સુરજદાદાની કાળઝાળ ગરમીથી SSG હોસ્પિટલમાં દર્દી માટે 50 કુલરો મંગાવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara SSG Hospital : વડોદરા શહેરમાં સૂરજ દાદાએ બતાવેલા આકરા તેવરને કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગરમીનો પારો 43 ડિગ્રી નજીક પહોંચી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકો સાથે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત પણ કફોડી બની ગઈ છે. આવી સ્થિતિની ગંભીરતા સમજીને વડોદરાની સયાજી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને ગરમીથી રાહત આપવા માટે યુદ્ધના ધોરણે નવા એર કુલરો મંગાવાયા છે. હોસ્પિટલના વિવિધ રોડમાં દાખલ દર્દીઓ ગરમી અને બફારાના કારણે વધુ હેરાન ન થાય તે માટે સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ખાસ સુચના આપવામાં આવી હતી.
મેડિસિન વોર્ડ, બાળકોનો પિડીયાટ્રીક્સ વોર્ડ અને સર્જરી વોર્ડ જેવા સંવેદનશીલ વિભાગમાં તાત્કાલિક ધોરણે એર કુલરો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

