સિવિલ કેમ્પસમાં ભૂકંપના આંચકા! કર્મી, વિદ્યાર્થી સુદ્ધા તમામ બહાર દોડી આવ્યા

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં આવેલા એનએચએમ ભવન ખાતે ભૂકંપની વાતથી દોડધામ મચી હતી. બપોરના સમયે કેટલાક કર્મચારીઓને ભૂકંપ જેવી અનુભૂતિ થતાં બુમાબુમ થઈ હતી. જેને પગલે મોટાભાગના લોકો બહાર દોડી આવ્યા હતા.મેડિકલ કોલેજના એક ભાગમાં પણ આ પ્રકારની બૂમો ઉઠી હતી. જોકે સિવિલ કેમ્પસમાં અન્ય કોઈ સ્થળે આ પ્રકારનો કોઈ અનુભવ થયો ન હતો. આ વાત જાણી જિલ્લા વહીવટી તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે. કારણ કે તેમના સુધી આવી કોઈ વાત પહોંચી નથી. રોડનું કામ ચાલી રહ્યું હોવાથી હેવી રોલરના અસરથી કદાચ ભૂકંપ જેવો અહેસાસ થયો હોય તેવું બની શકે છે તેવું તંત્રનું કહેવું છે. ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ભૂકંપના આંચકા અનુભવાતા ભાગદોડ મચી હતી. જોકે આૃર્ય વચ્ચે એનએચએમ ભવન અને મેડિકલ કોલેજના એક ભાગમાં જ આ પ્રકારનો અનુભવ થયો હતો. કર્મચારીઓ-વિદ્યાર્થીઓેને બે-ત્રણ વખત આ પ્રકારનો અનુભવ થતાં બધા બહાર દોડી આવ્યા હતા. એનએચએમ ભવનમાં નેશનલ હેલ્થ મિશન, જીએમઈઆરએસ, પીઆઈયુ સહિતના કચેરીઓ આવેલી છે. જેના અધિકારીઓ-કર્મચારીઓ ભૂકંપના અનુભવથી નીચે દોડી આવ્યા હતા. બીજી તરફ મેડિકલ કોલેજમાં આવેલી લાઈબ્રેરી સહિતના ભાગમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. જેને પગલે મેડિકલ કોલેજમાંથી ઘણા લોકો બહાર દોડી આવ્યા હતા. જોકે એનએચએમ ભવન અને મેડિકલ કોલેજના એક ભાગને બાદ કરતાં સિવિલ કેમ્પસના કોઈ પણ બિલ્ડિંગમાં આ પ્રકારનો કોઈ અનુભવ સામે આવ્યો ન હતો. આઠ માળની નવી બિલ્ડિંગ, ઓપીડી બિલ્ડિંગ, ઓડિટોરીયમ, મેડિકલ કોલેજની હોસ્ટેલ સહિતની કોઈપણ બિલ્ડિંગમાં ભૂકંપની વાત સામે આવી ન હતી. જેને પગલે અનેક તર્કવિતર્કો ઉભા થયા હતા. કર્મચારીઓને થયેલો અનુભવ ભૂંકપ જ હતો કે અન્ય કોઈ કારણથી આંચકા જેવો અનુભવ થયો હતો. એક કરતાં વધારે લોકોએ ભૂકંપ જેવો અનુભવ કર્યો હતો. આથી કોઈએ મજાકમાં વાત વહેતી કરી હોય તેવું પણ નથી. તો બીજી તરફ સિસ્મોલોજી વિભાગ દ્વારા ગાંધીનગર સહિત ક્યાંય ભૂકંપના આંચકા આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત નથી કરી. જોવાની વાત એ છે કે, સિવીલ તંત્ર પણ બેખબર છે. ભુંકપનો આંચકો અનુભવાયો હોવાની વાત કેમ્પસમાં વાયુવેગેર પ્રસગી ગઈ હતી. ક્યાંયથી સત્તાવાર વર્ઝન મળતું નથી. વાઘ આયો રે વાઘ જેવી હાલત થઈ છે. જો સિવીલનું તંત્ર ભુંકપની વાતને નકારી કાઢે છે, તો મોડિકલ કોલેજ અને એનએચએમ ભવનમાં ભૂકંપને લઈને શા માટે દોડધામ મચી એ પણ કુતુહલ સર્જે છે.

સિવિલ કેમ્પસમાં ભૂકંપના આંચકા! કર્મી, વિદ્યાર્થી સુદ્ધા તમામ બહાર દોડી આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં આવેલા એનએચએમ ભવન ખાતે ભૂકંપની વાતથી દોડધામ મચી હતી. બપોરના સમયે કેટલાક કર્મચારીઓને ભૂકંપ જેવી અનુભૂતિ થતાં બુમાબુમ થઈ હતી. જેને પગલે મોટાભાગના લોકો બહાર દોડી આવ્યા હતા.

મેડિકલ કોલેજના એક ભાગમાં પણ આ પ્રકારની બૂમો ઉઠી હતી. જોકે સિવિલ કેમ્પસમાં અન્ય કોઈ સ્થળે આ પ્રકારનો કોઈ અનુભવ થયો ન હતો. આ વાત જાણી જિલ્લા વહીવટી તંત્ર પણ મુંઝવણમાં મુકાયું છે. કારણ કે તેમના સુધી આવી કોઈ વાત પહોંચી નથી. રોડનું કામ ચાલી રહ્યું હોવાથી હેવી રોલરના અસરથી કદાચ ભૂકંપ જેવો અહેસાસ થયો હોય તેવું બની શકે છે તેવું તંત્રનું કહેવું છે.

ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ભૂકંપના આંચકા અનુભવાતા ભાગદોડ મચી હતી. જોકે આૃર્ય વચ્ચે એનએચએમ ભવન અને મેડિકલ કોલેજના એક ભાગમાં જ આ પ્રકારનો અનુભવ થયો હતો. કર્મચારીઓ-વિદ્યાર્થીઓેને બે-ત્રણ વખત આ પ્રકારનો અનુભવ થતાં બધા બહાર દોડી આવ્યા હતા. એનએચએમ ભવનમાં નેશનલ હેલ્થ મિશન, જીએમઈઆરએસ, પીઆઈયુ સહિતના કચેરીઓ આવેલી છે. જેના અધિકારીઓ-કર્મચારીઓ ભૂકંપના અનુભવથી નીચે દોડી આવ્યા હતા. બીજી તરફ મેડિકલ કોલેજમાં આવેલી લાઈબ્રેરી સહિતના ભાગમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. જેને પગલે મેડિકલ કોલેજમાંથી ઘણા લોકો બહાર દોડી આવ્યા હતા. જોકે એનએચએમ ભવન અને મેડિકલ કોલેજના એક ભાગને બાદ કરતાં સિવિલ કેમ્પસના કોઈ પણ બિલ્ડિંગમાં આ પ્રકારનો કોઈ અનુભવ સામે આવ્યો ન હતો. આઠ માળની નવી બિલ્ડિંગ, ઓપીડી બિલ્ડિંગ, ઓડિટોરીયમ, મેડિકલ કોલેજની હોસ્ટેલ સહિતની કોઈપણ બિલ્ડિંગમાં ભૂકંપની વાત સામે આવી ન હતી. જેને પગલે અનેક તર્કવિતર્કો ઉભા થયા હતા. કર્મચારીઓને થયેલો અનુભવ ભૂંકપ જ હતો કે અન્ય કોઈ કારણથી આંચકા જેવો અનુભવ થયો હતો. એક કરતાં વધારે લોકોએ ભૂકંપ જેવો અનુભવ કર્યો હતો. આથી કોઈએ મજાકમાં વાત વહેતી કરી હોય તેવું પણ નથી. તો બીજી તરફ સિસ્મોલોજી વિભાગ દ્વારા ગાંધીનગર સહિત ક્યાંય ભૂકંપના આંચકા આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત નથી કરી. જોવાની વાત એ છે કે, સિવીલ તંત્ર પણ બેખબર છે. ભુંકપનો આંચકો અનુભવાયો હોવાની વાત કેમ્પસમાં વાયુવેગેર પ્રસગી ગઈ હતી. ક્યાંયથી સત્તાવાર વર્ઝન મળતું નથી. વાઘ આયો રે વાઘ જેવી હાલત થઈ છે. જો સિવીલનું તંત્ર ભુંકપની વાતને નકારી કાઢે છે, તો મોડિકલ કોલેજ અને એનએચએમ ભવનમાં ભૂકંપને લઈને શા માટે દોડધામ મચી એ પણ કુતુહલ સર્જે છે.