વેરિફિકેશન વગર મકાન ભાડે આપનાર 50 મકાન માલિક સામે ગુન્હા નોંધાયા
- ભાડુઆતની વિગતો પોલીસને આપવી મકાન માલિકની ફરજ- ભાવનગર પોલીસે શહેર અને જિલ્લામાં સતત 15 દિવસ ખાસ ઝુંબેશ હાથ ધરી મકાન ભાડે આપનાર મકાન માલિકો વિરૂધ્ધ કાર્યવાહી કરી ભાવનગર : અસમાજીક તત્વો મકાન ભાડે રાખી ગુનાને અંજામ આપી ફરાર થઈ જતા હોવાના કારણે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસને ભાડુઆત સબંધી વિગતો આપવાનું ફરજીયાત કરાયું છે તેમ છતાં અનેક લોકો આ નિયમનું પાલન કરતા ન હોવાના કારણે તેમની સામે કડક કાર્યવાહી કરવાનું પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયું છે. આ કાર્યવાહીના ભાગ રૂપે યોજવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં ભાવનગર શહેર અને જિલ્લાનાના પોલીસ મથકો તળે કુલ મળી ૫૦ મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનાં દાખલ કરવામાં આવ્યા છે.ભૂતકાળામાં અનેક ગુનેગારોએ જે શહેરમાં ગુનાને અંજામ આપ્યો હોય તેમણે ગુનો આચરવા પહેલા મકાન ભાડે રાખ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાનું અને ગુનો આચરી ફરાર થઈ જતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને તેના કારણે આવા ગુનેગારોની ભાળ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાડુઆતની વિગતો પોલીસને આપવી મકાન માલિકની ફરજ
- ભાવનગર પોલીસે શહેર અને જિલ્લામાં સતત 15 દિવસ ખાસ ઝુંબેશ હાથ ધરી મકાન ભાડે આપનાર મકાન માલિકો વિરૂધ્ધ કાર્યવાહી કરી
ભૂતકાળામાં અનેક ગુનેગારોએ જે શહેરમાં ગુનાને અંજામ આપ્યો હોય તેમણે ગુનો આચરવા પહેલા મકાન ભાડે રાખ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાનું અને ગુનો આચરી ફરાર થઈ જતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને તેના કારણે આવા ગુનેગારોની ભાળ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે.