વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયાં

Gujarat Rain Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દહેગામ, ખેડા, દાંતા, અમરેલી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થયો છે. જેના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરાયા છે.   અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદઅમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહીભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર અમરેલી જિલ્લાના બગસરા,ધારી,ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ વરસ્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થતા બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ દહેગામ, સાબરકાંઠા, દાંતા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં આજે (23મી ઑગસ્ટ) વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદથી ખેડૂતમો ખુશી જોવા મળી રહી છે.હવામાન વિભાગની આગાહીઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (23મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં મેઘમહેર, નદીઓમાં પૂર, ડેમ છલકાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Rain Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દહેગામ, ખેડા, દાંતા, અમરેલી, નર્મદા અને છોટા ઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થયો છે. જેના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લાના ગામડાઓને એલર્ટ કરાયા છે.   

અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ, આગામી પાંચ દિવસ મેઘ મહેરની આગાહી


ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં પૂર 

અમરેલી જિલ્લાના બગસરા,ધારી,ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ વરસ્યો છે. ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પૂર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવર ફ્લો થતા બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. 

બીજી તરફ દહેગામ, સાબરકાંઠા, દાંતા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં આજે (23મી ઑગસ્ટ) વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદથી ખેડૂતમો ખુશી જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે (23મી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.