વઢવાણ ગેબનશાપીર પાસે કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા

Jul 3, 2025 - 13:30
વઢવાણ ગેબનશાપીર પાસે કાર ચાલકે નશાની હાલતમાં બાઈક સહિત 3 વાહનને અડફેટે લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


બેફામ બની વાહન હંકારતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ

બાળકી સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયાઃ આરોપી પોલીસ વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો સંબંધી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કાર ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત તેમજ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જે બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી જે મામલે મોડી રાત્રે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી એક બાઈક સહિત બેથી ત્રણ અલગ-અલગ વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક બાળકી, મહિલા અને પુરૃષ સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0