વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો વર્ષોથી અનિર્ણિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Education Committee : વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા આજે શિક્ષણ સમિતિમાં આવેદનપત્ર સુપ્રત કરીને તારીખ 4 સુધીમાં પ્રશ્ન હલ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં માગણી નહીં સંતોષાય તો તારીખ 5 થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવા ચીમકી આપી છે.
સંઘના પ્રમુખ દ્વારા જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા. જેઓને હજી સુધી કાયમી કરવામાં આવ્યા નથી. આટલા વર્ષો દરમિયાન કેટલાય નિવૃત્ત થઈ ચૂક્યા છે.
What's Your Reaction?






