વડોદરા શહેર દિવાળીના તહેવારમાં ઝગમગતું હતું અને વોર્ડ નં.12ના અડધા વિસ્તારમાં અંધકાર હતો : ભાજપના કોર્પોરેટરે પીડા ઠાલવી
image : SocialmediaVadodara : વડોદરા પાલિકાની સભામાં સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટર મનીષ પગારેએ રજૂઆત કરી હતી કે, દિવાળીમાં જ્યારે આખું શહેર ઝગમગતું હતું ત્યારે અમારા વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ચાર-પાંચ દિવસ અંદાજે 50% જેટલા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી. આ અંગે મેં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી પરંતુ તહેવાર ટાણે તેઓ પ્રશ્ન હલ ન કરાવી શક્યા. આજ દિન સુધી પણ અમારા વોર્ડમાં હજુ અનેક લાઈટો બંધ હાલતમાં છે. આ અંગે મેં એએઆઈ કક્ષાના અધિકારીને રજૂઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લે અધિકારીને નોટિસ આપી આપણે સંતોષ માણ્યો છે તે કેટલું વ્યાજબી? આજે પણ અમારા વિસ્તારમાં રોજ 10થી 12 જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Socialmedia
Vadodara : વડોદરા પાલિકાની સભામાં સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટર મનીષ પગારેએ રજૂઆત કરી હતી કે, દિવાળીમાં જ્યારે આખું શહેર ઝગમગતું હતું ત્યારે અમારા વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ચાર-પાંચ દિવસ અંદાજે 50% જેટલા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી.
આ અંગે મેં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી પરંતુ તહેવાર ટાણે તેઓ પ્રશ્ન હલ ન કરાવી શક્યા. આજ દિન સુધી પણ અમારા વોર્ડમાં હજુ અનેક લાઈટો બંધ હાલતમાં છે. આ અંગે મેં એએઆઈ કક્ષાના અધિકારીને રજૂઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લે અધિકારીને નોટિસ આપી આપણે સંતોષ માણ્યો છે તે કેટલું વ્યાજબી? આજે પણ અમારા વિસ્તારમાં રોજ 10થી 12 જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો આવે છે.