વડોદરામાં સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉતરતા જ નરક જેવી સ્થિતિ દેખાઈ, ગંદકી-કિચડના ખડકલા

Vadodara Flooding : વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ઉતરી ગયા છે. પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવી સ્થિતિ છે. ગઈરાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે. જોકે કોર્પોરેશન દ્વારા આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે. વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ સોમવારથી થયું હતું. તે દિવસથી જ પરશુરામ ભઠ્ઠામાં સૌથી પહેલા પાણી ઘૂસ્યા હતા અને ત્યારથી પાંચ દિવસ સુધી આ વિસ્તાર પાણીમાં રહ્યો હતો. પાણી પ્રવેશ્યા તે અગાઉ કોર્પોરેશન દ્વારા માઇકથી લોકોને સૂચિત કરીને સ્થળાંતર કરી જવા સૂચના પણ આપવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયેલા રહેતા ઘરવખરી, અનાજ સહિતને ભારે નુકસાન થયું છે. લોકો આજે સવારે બગડી ગયેલું અનાજ વગેરે બહાર ફેંકતા નજરે પડ્યા હતા. દરમિયાન આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે. અહીં વડોદરા ઉપરાંત અમદાવાદ અને બહારગામના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે. આ પણ વાંચો : વડોદરામાં વરસાદ કરતાં પૂરે ભારે ખાનાખરાબી સર્જીઃ હેરાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધુંવડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય સામગ્રી અને પાણીનું વિતરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. સફાઈ માટે જેસીબી, ડમ્પર, રોબોટ મશીન વગેરે કામે લગાડવામાં આવ્યા છે. આ વિસ્તાર સૌથી વધુ પૂરગ્રસ્ત હોવાથી અને પાણી પાંચ દિવસ સુધી ભરેલા હોવાથી ગંદકી ખૂબ ફેલાયેલી છે. જેના કારણે સફાઈમાં પણ વાર લાગશે. બીજી બાજુ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ટીમો સ્થળ પર પહોંચી છે અને જરૂરિયાત મંદોને ચકાસીને દવા વગેરે આપી રહી છે.

વડોદરામાં સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉતરતા જ નરક જેવી સ્થિતિ દેખાઈ, ગંદકી-કિચડના ખડકલા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Flooding : વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ઉતરી ગયા છે. પાણી ઉતરતા જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નરકાગાર જેવી સ્થિતિ છે. ગઈરાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે. જોકે કોર્પોરેશન દ્વારા આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે.

વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ સોમવારથી થયું હતું. તે દિવસથી જ પરશુરામ ભઠ્ઠામાં સૌથી પહેલા પાણી ઘૂસ્યા હતા અને ત્યારથી પાંચ દિવસ સુધી આ વિસ્તાર પાણીમાં રહ્યો હતો. પાણી પ્રવેશ્યા તે અગાઉ કોર્પોરેશન દ્વારા માઇકથી લોકોને સૂચિત કરીને સ્થળાંતર કરી જવા સૂચના પણ આપવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયેલા રહેતા ઘરવખરી, અનાજ સહિતને ભારે નુકસાન થયું છે. લોકો આજે સવારે બગડી ગયેલું અનાજ વગેરે બહાર ફેંકતા નજરે પડ્યા હતા. દરમિયાન આજ સવારથી કોર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે. અહીં વડોદરા ઉપરાંત અમદાવાદ અને બહારગામના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે.


આ પણ વાંચો : વડોદરામાં વરસાદ કરતાં પૂરે ભારે ખાનાખરાબી સર્જીઃ હેરાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધું

વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય સામગ્રી અને પાણીનું વિતરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. સફાઈ માટે જેસીબી, ડમ્પર, રોબોટ મશીન વગેરે કામે લગાડવામાં આવ્યા છે. આ વિસ્તાર સૌથી વધુ પૂરગ્રસ્ત હોવાથી અને પાણી પાંચ દિવસ સુધી ભરેલા હોવાથી ગંદકી ખૂબ ફેલાયેલી છે. જેના કારણે સફાઈમાં પણ વાર લાગશે. બીજી બાજુ કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ટીમો સ્થળ પર પહોંચી છે અને જરૂરિયાત મંદોને ચકાસીને દવા વગેરે આપી રહી છે.