વડોદરામાં ભારે વરસાદને કારણે અવાખલ પાસે રસ્તાનું ઓવરટોપિંગ થતા સાધલીથી સેગવા માર્ગ બંધ કરાયો
Vadodara News : અવાખલ પાસે ઓવરટોપિંગ થતા સાધલી થી સેગવા માર્ગ બંધ કરાયો છે. વડોદરા જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલ ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા હતા. જેને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. આજે સાધલી થી સેગવાને જોડતો રાજ્ય ધોરી માર્ગ અવાખલ ગામ પાસે એક થી બે ફૂટ જેટલું પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયેલ છે. જેથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ફ્લડ ગેજ પણ લગાવવામાં આવ્યું છે. વૈકલ્પિક માર્ગ તરીકે સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈથી સેગવા તરફ જઈ શકાશે. એમ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલે જણાવ્યુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara News : અવાખલ પાસે ઓવરટોપિંગ થતા સાધલી થી સેગવા માર્ગ બંધ કરાયો છે. વડોદરા જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલ ભારે વરસાદને કારણે કેટલાક માર્ગો પ્રભાવિત થયા હતા. જેને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.
આજે સાધલી થી સેગવાને જોડતો રાજ્ય ધોરી માર્ગ અવાખલ ગામ પાસે એક થી બે ફૂટ જેટલું પાણી ભરાવાથી ઓવરટોપિંગ થયેલ છે. જેથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સલામતી અને સાવચેતીના ભાગરૂપે ફ્લડ ગેજ પણ લગાવવામાં આવ્યું છે. વૈકલ્પિક માર્ગ તરીકે સાધલી થી કાયાવરોહણ થઈ ડભોઈથી સેગવા તરફ જઈ શકાશે. એમ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલે જણાવ્યુ છે.