વડથલમાંથી નશીલા કફ સીરપ સાથે બે બાઈક સવાર ઝડપાયા

- નાર્કોટિક્સ હેઠળ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો- પકડાયેલી નશીલા કફ સીરપની 20 બોટલો કઠલાલના દુકાનદારે આપી હોવાની કબૂલાતનડિયાદ : વડથલ રેલવે ફાટક પાસેથી બે બાઈક સવારને નશીલા કફ સીરપની ૨૦ બોટલો સાથે એસઓજી ખેડા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા. ૩,૭૦૦ની નશીલા કફ સીરપની બોટલો, બે મોબાઈલ તથા મોટરસાયકલ મળી કુલ રૂ.૬૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કઠલાલ તરફથી બે બાઈક સવાર નશીલી દવાની બોટલો લઈ નડીયાદ તરફ જવાના હતા. ત્યારે એસઓજી ખેડા પોલીસે વડથલ ફાટક પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાઈક ઉપર બે શખ્સો આવતા પોલીસે ઉભા રાખી પૂછપરછ કરતા મહમદ ઇમરાન અબ્દુલ મજીદ મલેક (રહે.મહુધા) તથા આરીફ મહમદ મહમદ રફીક શેખ (રહે.મહુધા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની તલાસી લેતા નશીલા કફ સીરપની ૨૦ બોટલો કિંમત રૂ.૩,૭૦૦ની મળી આવી હતી. આ નશીલી કફ સીરપની બોટલો કબજે કરી તેના સેમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ બંનેની પૂછપરછ કરતા આ કફ સીરપનો જથ્થો કઠલાલના નિરવ ઉર્ફે પાપડીએ વેચાણ કરવા આપી હોવાની હકીકત જણાવી હતી. પોલીસે બંને ઇસમો પાસેથી રોકડ રૂ.૮૦૦, મોબાઇલ નંગ બે કિંમત રૂ.૧૨,૦૦૦ તેમજ મોટરસાયકલ કિંમત રૂ.૫૦ હજારની મળી કુલ રૂ.૬૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એસઓજી ખેડા પોલીસની ફરિયાદના આધારે મહુધા પોલીસે મહમદ ઇમરાન અબ્દુલમજીદ મલેક, આરીફ મહમદ મહમદ રફીક શેખ તથા નીરવ ઉર્ફે પાપડી સામે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વડથલમાંથી નશીલા કફ સીરપ સાથે બે બાઈક સવાર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નાર્કોટિક્સ હેઠળ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો

- પકડાયેલી નશીલા કફ સીરપની 20 બોટલો કઠલાલના દુકાનદારે આપી હોવાની કબૂલાત

નડિયાદ : વડથલ રેલવે ફાટક પાસેથી બે બાઈક સવારને નશીલા કફ સીરપની ૨૦ બોટલો સાથે એસઓજી ખેડા પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા. ૩,૭૦૦ની નશીલા કફ સીરપની બોટલો, બે મોબાઈલ તથા મોટરસાયકલ મળી કુલ રૂ.૬૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કઠલાલ તરફથી બે બાઈક સવાર નશીલી દવાની બોટલો લઈ નડીયાદ તરફ જવાના હતા. ત્યારે એસઓજી ખેડા પોલીસે વડથલ ફાટક પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાઈક ઉપર બે શખ્સો આવતા પોલીસે ઉભા રાખી પૂછપરછ કરતા મહમદ ઇમરાન અબ્દુલ મજીદ મલેક (રહે.મહુધા) તથા આરીફ મહમદ મહમદ રફીક શેખ (રહે.મહુધા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની તલાસી લેતા નશીલા કફ સીરપની ૨૦ બોટલો કિંમત રૂ.૩,૭૦૦ની મળી આવી હતી. આ નશીલી કફ સીરપની બોટલો કબજે કરી તેના સેમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ બંનેની પૂછપરછ કરતા આ કફ સીરપનો જથ્થો કઠલાલના નિરવ ઉર્ફે પાપડીએ વેચાણ કરવા આપી હોવાની હકીકત જણાવી હતી. 

પોલીસે બંને ઇસમો પાસેથી રોકડ રૂ.૮૦૦, મોબાઇલ નંગ બે કિંમત રૂ.૧૨,૦૦૦ તેમજ મોટરસાયકલ કિંમત રૂ.૫૦ હજારની મળી કુલ રૂ.૬૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે એસઓજી ખેડા પોલીસની ફરિયાદના આધારે મહુધા પોલીસે મહમદ ઇમરાન અબ્દુલમજીદ મલેક, આરીફ મહમદ મહમદ રફીક શેખ તથા નીરવ ઉર્ફે પાપડી સામે નાર્કોટિક્સ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.