રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Forecast: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડી રહી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આવતીકાલે રવિવારે(7 જૂન)ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
IMD અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા ઉત્તર ગુજરાતના વિસ્તારો પર સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, નૈઋત્યનું ચોમાસું ગોવા અને બેંગલુરુ સુધી પહોંચી ચૂક્યું છે અને તે આગળ વધી રહ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

