રાજકોટમાં ત્રણ દિવસમાં 27 ઇંચ વરસાદ, 103 લોકોના રેસ્ક્યુ, 2484 વ્યક્તિઓનું સ્થળાંતર, 25 જળાશયો ઓવરફ્લો
ભારે વરસાદનાં પાણીમાં ફસાઈ જતાં 103 વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ત્રણ દિવસ દરમિયાન 2484 લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે કૃષિમંત્રીએ કરી સમીક્ષારાજકોટ, : રાજકોટ શહેર અને જિલ્લામાં શ્રાવણી પર્વની શ્રુંખલા દરમિયાન અવિરત મેઘવર્ષા વરસતી રહી છે. છેલ્લા ચાર દિવસના વરસાદને લીધે જિલ્લામાં કુલ 27 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 2484 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.રાજકોટમાં એનડીઆરએફ સહિતની ટીમ તહેનાતજિલ્લામાં બચાવની કામગીરી અર્થે આર્મીની એક ટીમ ઉપરાંત એનડીઆરએફ અને ગોંડલમાં એસઆરપી ગ્રુપની ટીમને તૈનાત રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઉપલેટા તાલુકાના ગણોદ, લાઠ, ભીમોરા અને સાતવડી ભારે વરસાદને લીધે સંપર્કવિહોણા થઈ ગયા હતા.103 લોકોનું રેસ્ક્યુ, 27માંથી 25 ડેમ 100 ટકા ભરાયારાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે જિલ્લાના જળાશયોની ખેતીવાડી અને પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય સહિતની કામગીરી અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કર્યા બાદ રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર વરસાદના પાણી ભરાવવાથી જે નુકસાન થયું છે. જે ગાબડા પડયા છે તેને ત્વરિત રીપેર કરવામાં આવે. તે અંગે ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વરસાદનાં પાણી, નદી ઉપરનાં કોઝ-વેને કારણે 103 વ્યક્તિઓ ફસાઈ જતાં તેઓને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં 27 પૈકી 25 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. અન્ય 2 ડેમ 95 ટકા ભરાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારે વરસાદનાં પાણીમાં ફસાઈ જતાં 103 વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ત્રણ દિવસ દરમિયાન 2484 લોકોને સલામત સ્થળે ખસેડાયાઃ રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ અંગે કૃષિમંત્રીએ કરી સમીક્ષા
રાજકોટ, : રાજકોટ શહેર અને જિલ્લામાં શ્રાવણી પર્વની શ્રુંખલા દરમિયાન અવિરત મેઘવર્ષા વરસતી રહી છે. છેલ્લા ચાર દિવસના વરસાદને લીધે જિલ્લામાં કુલ 27 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું આજરોજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 2484 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
રાજકોટમાં એનડીઆરએફ સહિતની ટીમ તહેનાત
જિલ્લામાં બચાવની કામગીરી અર્થે આર્મીની એક ટીમ ઉપરાંત એનડીઆરએફ અને ગોંડલમાં એસઆરપી ગ્રુપની ટીમને તૈનાત રાખવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઉપલેટા તાલુકાના ગણોદ, લાઠ, ભીમોરા અને સાતવડી ભારે વરસાદને લીધે સંપર્કવિહોણા થઈ ગયા હતા.
103 લોકોનું રેસ્ક્યુ, 27માંથી 25 ડેમ 100 ટકા ભરાયા
રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે જિલ્લાના જળાશયોની ખેતીવાડી અને પુરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય સહિતની કામગીરી અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા કર્યા બાદ રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર વરસાદના પાણી ભરાવવાથી જે નુકસાન થયું છે. જે ગાબડા પડયા છે તેને ત્વરિત રીપેર કરવામાં આવે. તે અંગે ગાંધીનગર જઈને રજૂઆત કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વરસાદનાં પાણી, નદી ઉપરનાં કોઝ-વેને કારણે 103 વ્યક્તિઓ ફસાઈ જતાં તેઓને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં 27 પૈકી 25 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. અન્ય 2 ડેમ 95 ટકા ભરાયા છે.