મુંબઇ મહંત સ્વામી મહારાજનો 91મો જન્મદિવસ ધામધૂમ પૂર્વક ઉજવાયો
અમદાવાદ, ગુરૂવારબોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્થા (બીએપીએસ)ના વડા મહંત સ્વામી મહારાજનો 91મો જન્મદિવસ મુંબઇ ગોરેગામ ખાતે ભવ્ય રીતે યોજાયા હતો. જેમાં દેશ વિદેશના બીએપીએસ મંદિરોમાં સેવા આપતા 400 જેટલા સંતો અને દેશ વિદેશમાંથી આવેલા 30 હજારથી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર વિશ્વના અલગ અલગ દેશોમાં લાઇવ ટેલીકાસ્ટથી લાખો હરિભક્તોએ મહંતસ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણીના પર્વને નિહાળ્યો હતો. જન્મોત્સવની ઉજવણીની શરૂઆત ધૂન અને કિર્તન દ્વારા થઇ હતી. બીએપીએસના વરિષ્ઠ સંત વિવેકસાગર સ્વામી મંહત સ્વામી મહારાજના માતૃત્વ અને વાત્સલ્ય વર્તનની સ્મૃતિને યાદ કરી હતી. જ્યારે બ્રહ્મવિહારી સ્વામી અને આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખ સ્વામી અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવા કાર્ય અને સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. ઇશ્વરચરણ સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામીએ મહંત સ્વામીની વિન્રમતાને હરિભક્તો સમક્ષ વર્ણવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંહતસ્વામીએ આર્શીવાદ આપતા કહ્યું કે ભગવાન સ્વામીનારાયણના યથાર્થ મહિમાને સમજવુ અને તેમની ભક્તિ કરવી. સાથેસાથે તેમના આદેશોનું પાલન કરવું. તે આપણુ કર્તવ્ય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરૂવાર
બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંસ્થા (બીએપીએસ)ના વડા મહંત સ્વામી મહારાજનો 91મો જન્મદિવસ મુંબઇ ગોરેગામ ખાતે ભવ્ય રીતે યોજાયા હતો. જેમાં દેશ વિદેશના બીએપીએસ મંદિરોમાં સેવા આપતા 400 જેટલા સંતો અને દેશ વિદેશમાંથી આવેલા 30 હજારથી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, સમગ્ર વિશ્વના અલગ અલગ દેશોમાં લાઇવ ટેલીકાસ્ટથી લાખો હરિભક્તોએ મહંતસ્વામી મહારાજના જન્મદિવસની ઉજવણીના પર્વને નિહાળ્યો હતો. જન્મોત્સવની ઉજવણીની શરૂઆત ધૂન અને કિર્તન દ્વારા થઇ હતી. બીએપીએસના વરિષ્ઠ સંત વિવેકસાગર સ્વામી મંહત સ્વામી મહારાજના માતૃત્વ અને વાત્સલ્ય વર્તનની સ્મૃતિને યાદ કરી હતી. જ્યારે બ્રહ્મવિહારી સ્વામી અને આત્મતૃપ્ત સ્વામીએ પ્રમુખ સ્વામી અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવા કાર્ય અને સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો.
ઇશ્વરચરણ સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામીએ મહંત સ્વામીની વિન્રમતાને હરિભક્તો સમક્ષ વર્ણવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંહતસ્વામીએ આર્શીવાદ આપતા કહ્યું કે ભગવાન સ્વામીનારાયણના યથાર્થ મહિમાને સમજવુ અને તેમની ભક્તિ કરવી. સાથેસાથે તેમના આદેશોનું પાલન કરવું. તે આપણુ કર્તવ્ય છે.