માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા

Aug 11, 2025 - 20:30
માણાવદરના MLAના ગંભીર આક્ષેપો બાદ પોલીસ એક્શનમાં, જુગારધામ પર દરોડા પાડીને દિલાવર સહિત 9 શખ્સોને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Manavadar News: જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગત દિવસોમાં માણાવદર અને બાંટવા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને મિલીભગતના ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્યના આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જણાવી દઈએ કે, ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. તેમના દાવા અનુસાર, પોલીસની મીઠી નજર હેઠળ માણાવદર અને બાંટવા વિસ્તારમાં જુગારની ક્લબો ચાલી રહી છે. જેમાં દરરોજ પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0