ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ

Apr 11, 2026 - 12:00
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વિદેશી દારૃની ગાડી પકડી જવા દીધી હોવાના મામલે

એસીપીએ ડીવાયએસપીને તપાસ સોંપી, તપાસનો ધમધમાટ શરૃ

ભાવનગર -  ભાવનગર લોકલ ક્રાઈમબ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૃની ગાડી પકડી હતી અને વહીવટ કરી જવા દીધી હોવાનો મામલો એસપીના ધ્યાન પર આવતા એલસીબીના ત્રણ જેટલા કર્મચારીની તત્કાલ બદલી કરી તપાસના આદેશ છોડયા છે.

થોડાં દિવસ પૂર્વે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓએ વિદેશી દારૃ ભરેલી ગાડી પકડી પાડી હતી અને આ મામલે બૂટલેગરો સાથે લેતી દેતી કરી દારૃ ભરેલી ગાડી જવા દીધી હતી. આ સમગ્ર મામલાની જાણ એસપીને થતા તત્કાલ એસપીએ લોકલ ક્રાઈમબ્રાન્ચના ત્રણ જેટલા કર્મચારીઓની બદલી હેડ ક્વાટર ખાતે કરી નાખી હતી અને ડીવાયએસપી સિંઘાલને તપાસના આદેશ છોડયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0