ભાયલી પાસે ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું

વડોદરા, તા.9 વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોની ધરપકડ બાદ પોલીસે તેની તપાસ આગળ વધારી  છે. ગઇકાલે રિમાન્ડ મળતાની સાથે જ નરાધમોને સાથે રાખી પુરાવા એકત્રિત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાંચેય આરોપીઓને આજે સાંજે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતાં.બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના ત્રીજા દિવસે જ મૂળ ઉત્તર પ્રદેશના વતની પરંતુ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયેલા પાંચ નરાધમોને તાંદલજા વિસ્તાર તેમજ અન્ય સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચેયની ધરપકડ બતાવ્યા બાદ ગઇકાલે ઓળખ પરેડ હાથ ધરવામાં આવી હતી અને તુરંત જ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

ભાયલી પાસે ગેંગરેપની ઘટનાના  પાંચેય નરાધમોને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.9 વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોની ધરપકડ બાદ પોલીસે તેની તપાસ આગળ વધારી  છે. ગઇકાલે રિમાન્ડ મળતાની સાથે જ નરાધમોને સાથે રાખી પુરાવા એકત્રિત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાંચેય આરોપીઓને આજે સાંજે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડયા હતાં.

બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના ત્રીજા દિવસે જ મૂળ ઉત્તર પ્રદેશના વતની પરંતુ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયેલા પાંચ નરાધમોને તાંદલજા વિસ્તાર તેમજ અન્ય સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતાં. તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં પાંચેયની ધરપકડ બતાવ્યા બાદ ગઇકાલે ઓળખ પરેડ હાથ ધરવામાં આવી હતી અને તુરંત જ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.