બીપીએલની આઠમી મેચમાં પૃથ્વી પેન્થર્સ 41 રને વિજેતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમમાં આયોજિત બરોડા પ્રીમિયર લીગ ટી- ટ્વેન્ટીની આઠમી મેચમાં અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી. આ મુકાબલામાં પૃથ્વી પેન્થર્સના 170 રનના લક્ષ્યાંક સામે અમી એવેન્જર્સ 129 રનમાં હાંફી જતા પૃથ્વી પેન્થર્સનો 41 રને વિજય થયો હતો.
આજે તા.19 જૂનના રોજ બપોરે અમી સુપર એવેન્જર્સ અને પૃથ્વી પેન્થર્સ વચ્ચે ટક્કર થઈ હતી. અમી એવેન્જર્સએ ટૉસ જીતી ફિલ્ડીંગનો નિર્ણય કરતા પૃથ્વી પેન્થર્સએ 20 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક આપવા સાથે ઓલઆઉટ થઈ હતી. જેમાં અમી એવેન્જર્સના બોલર અતીત શેઠએ 4 ઓવરમાં 32 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જ્યારે પૃથ્વી પેન્થર્સના બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ 27 બોલમાં 41 રન અને મોહિત મોંગિયાએ 14 બોલમાં 32 રન ફટકાર્યા હતા.
What's Your Reaction?






