બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બારડોલી : બારડોલીના સર્કિટ હાઉસ સામે રસ્તા પર દક્ષિણ ગુજરાત વીજકંપની પસાર થતી ઓવરહેડ વીજલાઈનના વાયરો ઉપર ઠેર ઠેર જોઈન્ટ મારેલો જીવતો વાયર અચાનક તૂટી પડતા રોડ લોકો ગભરાઇને ભાગવા લાગ્યા હતા. જીવંત વીજતાર રોડ પર પડતા જ સળગવા લાગ્યો હતો. વીજ કંપનીને તાત્કાલિક ઘટના અંગે જાણ કરાતા વીજ પુરવઠો બંધ કરાયો હતો. સર્જાયેલી ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી હતી.
બારડોલી સર્કિટ હાઉસની સામે દક્ષિણ ગુજરાત વીજકંપની પસાર થતી ઓવરહેડ વીજલાઈનના વાયરો ઉપર ઠેર ઠેર જોઈન્ટ મારેલો વાયર આજે સવારે 11 વાગ્યાના અરસામાં અચાનક તૂટી પડતા રોડની બાજુમાં સર્કિટ હાઉસની બહાર ઉભેલી ઈકો કાર ઉપર પડયો જ્યારે બીજો છેડો જૂની કોર્ટ બિલ્ડિીંગના સામેના રોડ ઉપર પડતા સળગવા લાગ્યો હતો. સદનસીબે આ વીજતાર પડયો ત્યારે કોઈ માનવીના સંપર્કમાં નહી આવતા મોટી જાનહાનિ ટળી હતી. સુરતી જકાત નાકાથી ધુલિયા ચાર રસ્તા અને કડોદ તરફ જવાના રસ્તે ચક્કાજામની સ્થિતિ સર્જાતા ઘટનાની જાણ બારડોલી ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક બિગ્રેડનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જ્યારે જીવંત વીજતાર રોડ ઉપર સળગતો હતો. ત્યારે બારડોલી એકતા ટ્રસ્ટના સકીલભાઈ પટેલ આવી પહોંચતા લાકડીના સહારે જીવંત વીજતાર રોડની બાજુએ ખસેડી ડી.જી.વી.સી.એલ.ને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

