બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર્યવાહી

Apr 5, 2026 - 21:00
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat ATS Arrests Pakistani Gang Associate: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસઓજીએ રાજ્યની સરહદ પરથી આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ધરાવતા એક ખતરનાક શખસને ઝડપી પાડ્યો છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટ ગેંગ સાથે સંકળાયેલો આ આરોપી પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો.

ડીસાના ઢાબા પરથી બિક્રમજીતની ધરપકડ

મળતી માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ વોચ ગોઠવી ડીસાના એક હાઈવે પર આવેલા ઢાબા પરથી તેને દબોચી લીધો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0