પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર
ધરણીધર જૈન દેરાસર ગાર્ડનમાં રાતના સમયે શંકાસ્પદ રીતે બે સગીર આવ્યા હોવાથી સિક્યોરીટી ગાર્ડે પોલીસને જાણ કરતા નજીકમાં રહેતી ચાર યુવતીઓએ પોલીસ અને સિક્યોરીટી ગાર્ડ સાથે તકરાર કરીને પોલીસે લાફો માર્યાનો આક્ષેપ કરીને સોશિયલ મિડીયામાં ખોટા વિડિયો વાયરલ કરતા વાસણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
ધરણીધર જૈન દેરાસર પાછળ આવેલા સિનિયર સિટીઝન ગાર્ડનમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લાલાભાઇ ડામોરે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા રાતના સાડા બાર વાગ્યાના સુમારે બે શખ્સો ગાર્ડનની દિવાલ કુદીને અંદર આવ્યા હતા. જેથી લાલાભાઇએ તપાસ કરી તે દરમિયાન બંને બહાર નાસી ગયા હતા. બીજી તરફ ત્રણેય કિશોરો ત્યાં સ્કૂટર લેવા માટે આવ્યા હોવાથી લાલાભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર આવીને ત્રણેયને ઝડપીને પુછપરછ કરવામાં આવી રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

