પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા

Apr 23, 2026 - 09:00
પશુ બચાવવા નીકળેલા ગૌરક્ષકોમાંથી એકની પૈસાની લેતી-દેતી મામલે હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


અણીયારી ટોલનાકાં નજીક છ શખ્સો છરી વડે તૂટી પડયા : 'શિવમ રબારીએ મોકલ્યા છે, તેના પૈસા કેમ આપતો નથી' કહી જીવલેણ હુમલો, : વચ્ચે પડેલા મિત્રને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો

મોરબી, : માળિયા હળવદ હાઇવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા મારી ગૌરક્ષક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. માળિયા પોલીસે છ આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે મોરબીમાં રહેતા શિવમ રબારી હોથળ ફાયનાન્સવાળા, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તે અન્ય ગૌરક્ષક મિત્ર અનિલ હરીલાલ કંડિયા, પાર્થ મનસુખભાઈ નેસડિયા, વિશાલ મનસુખ નેસડિયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ મોરબીથી માળિયા ધ્રાંગધ્રા રોડ પર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલું આઈસર નીકળવાનું હોવાથી વોચમાં અણીયારી ટોલનાકે ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0