નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

BJP MP Nimuben Visit Bhavnagar's Super Speciality hospital : ભાવનગરની પ્રજાની કમનસીબી હોય તેમ એક તરફ શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખતસિંહજી સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બંધ હાલતમાં પડી છે. જેના કારણે દર્દીઓ સારવાર લેવા માટે અમદાવાદ જવા માટે મજબૂર બન્યા છે. હોસ્પિટલ તૈયાર થયાને બે વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને કેટલાક રાજકીય નેતાઓ આ હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ તેનું ઉદ્ધાટન હજુ સુધી કરાયું નથી. એક નજરે જોઈએ તો આ ડબલ એન્જિન સરકારની ડબલ બેદરકારી સામે આવી રહી છે. જોકે, હવે આ બંધ હાલતમાં પડેલી હોસ્પિટલના શ્વાસ શરૂ થશે તેવી આશા ભાવનગરવાસીઓને જાગી છે. કારણ કે, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ હાલમાં જ ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.નિમુબેને નવી હોસ્પિટલ ટુંક સમયમાં શરૂ થવાનું આપ્યું આશ્વાસનભાજપ સાંસદ નિમુબેન બાંભણીયાએ લોકાર્પણની રાહે રહેલી ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ સાથે થોડા જ સમયમાં આ હોસ્પિટલ શરૂ થશે તેવી ખાત્રી પણ તેમણે આપી છે. તો નિમુબેન બાંભણીયાની સાથે આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હોસ્પિટલની અધિકારીઓ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે છેલ્લા બે વર્ષથી બિલ્ડીંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈને માત્રને માત્ર ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યું છે તેવામાં કેન્દ્રીય મંત્રીએ ઝડપથી હોસ્પિટલ શરૂ થવાનું ફરી એકવાર આશ્વાસન આપ્યું છે.હાલ રાજાશાહી સમયના જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહી છે હોસ્પિટલહાલ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બંધ હાલતમાં પડ્યું છે અને રાજાશાહી સમયના 150 વર્ષ જુના અને જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલ ચાલી રહી છે. સર ટી. હોસ્પિટલના તમામ વિભાગોનો સમાવેશ કરતી સાત માળની બિલ્ડિંગ ભયજનક જાહેર કરાઈ હતી. જેને લઈને 2023માં તેને ખાલી કરીને દરેક વિભાગ હોસ્પિટલના પટાંગણમાં આવેલા અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરાયા હતા. દર્દીઓને જે તે વિભાગમાં સારવાર માટે અલગ અલગ સ્થળોએ ધક્કા ખાવા પડે છે. આ સિવાય પાણી અને શૌચાલયની વિકટ સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે.નવી હોસ્પિટલમાં કરોડોના સાધનો ખાઈ રહ્યાં છે ધૂળહાલ, આ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી બિલ્ડિંગને બે વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ આ બિલ્ડીંગ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાંબા સમયથી સીટી સ્કેન અને એમઆરઆઇ મશીન સહિતના અત્યાધુનિક સાધનો પણ ઈન્સ્ટોલ કરાઈ ચૂક્યા છે. આરોગ્ય કમિશનરની પણ બેદરકારી સામે આવી ચૂકી છે. જોકે, હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટના અનુસાર, નવા બિલ્ડિંગમાં નવા મશીનો શરૂ કરવા માટે હાલ સ્ટાફને ટ્રેનિંગ ચાલી રહી છે.સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારીછેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી દ્વારા સરકારી બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે કોર્પોરેશન પાસેથી પ્લાન મંજૂરી અને બીયુ પરમિશનની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેથી પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બિલ્ડીંગ માટેનો કોર્પોરેશનમાં 45 લાખનો દંડ ભરપાઈ કરી બિલ્ડીંગ યુઝ પરમિશનની પ્રક્રિયા પણ પૂરી કરી હતી તેમ છતાં હજુ સુધી લોકાર્પણ થયું નથી અને લોકોને આરોગ્યની આધુનિક સુવિધા મળતી નથી. આમ, સરકાર અને સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારી સામે આવી છે. કોંગ્રેસ નોંધાવી ચૂકી છે વિરોધહોસ્પિટલનું ઉદ્ધાટન ન થતા કોંગ્રેસ મેદાને આવી હતી. તેના વિરોધમાં અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ ચૂક્યો છે. ભાવનગર શહેર કોંગ્રેસે ઘોઘા ગેટ ચોકમાં રામધૂન સાથે જાહેર રોડ પર વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલની પ્રતિકૃતિ સાથે વિરોધ કર્યો હતો. સાથે જ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, વિરોધ કરી રહેલ તમામ કાર્યકરોની પોલીસે ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી.ભાવનગરની નવી હોસ્પિટલમાં આ ખાસ સુવિધાઓ હશે128 સ્લોટનું સીટીસ્કેન મશીનઅદ્યતન MRI મશીનકેથલેબઅદ્યતન ઓપરેશન થિયેટરહીમો ડાયાલિસીસ વોર્ડઅંગ ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા પણ મળશેઅંગદાન અને દેહદાનના કાર્યમાં ભાવનગર મોટો ફાળો આપતું રહ્યું છે. પરંતુ અંગદાન એટલે કે ઓર્ગન ટ્રાન્સફરની પ્રક્રિયા માટે ગ્રીન કોરીડોર રચી અંગને અન્ય શહેરોમાં મોકલવું પડે છે. સુપર સ્પેશ્યાલિટી પ્રોજેક્ટ નીચે અદ્યતન ઓપરેશન થિયેટર અને અન્ય સાધનો તથા નિષ્ણાંત ડોકટરોને કારણે ભવિષ્યમાં આ પ્રક્રિયા ભાવનગરમાં જ થઈ શકશે. ભાવનગરમાં આ સુવિધા મળતા અનેક લોકોને નવું જીવન બક્ષવામાં નિમિત્ત બનશે.આસપાસના 3 જિલ્લાના લોકો ઉદ્ધાટનની રાહેભાવનગરવાસીઓ અને આસપાસના ત્રણ જિલ્લાના લોકો આ નવી હોસ્પિટલ શરૂ થવાની રાહે બેઠા છે. કારણ કે હાલ દર્દીઓને છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વહેલી તકે ઉદ્ધાટન થાય અને સારવાર શરૂ થાય તો તેનો લાભ ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાના દર્દીઓને મળશે.

નેતાઓ વારંવાર મુલાકાત લે છે, પરંતુ બે વર્ષથી તૈયાર 200 કરોડની આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાતું નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BJP MP Nimuben Visit Bhavnagar's Super Speciality hospital : ભાવનગરની પ્રજાની કમનસીબી હોય તેમ એક તરફ શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખતસિંહજી સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બંધ હાલતમાં પડી છે. જેના કારણે દર્દીઓ સારવાર લેવા માટે અમદાવાદ જવા માટે મજબૂર બન્યા છે. હોસ્પિટલ તૈયાર થયાને બે વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને કેટલાક રાજકીય નેતાઓ આ હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ તેનું ઉદ્ધાટન હજુ સુધી કરાયું નથી. એક નજરે જોઈએ તો આ ડબલ એન્જિન સરકારની ડબલ બેદરકારી સામે આવી રહી છે. જોકે, હવે આ બંધ હાલતમાં પડેલી હોસ્પિટલના શ્વાસ શરૂ થશે તેવી આશા ભાવનગરવાસીઓને જાગી છે. કારણ કે, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ હાલમાં જ ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.


નિમુબેને નવી હોસ્પિટલ ટુંક સમયમાં શરૂ થવાનું આપ્યું આશ્વાસન

ભાજપ સાંસદ નિમુબેન બાંભણીયાએ લોકાર્પણની રાહે રહેલી ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ સાથે થોડા જ સમયમાં આ હોસ્પિટલ શરૂ થશે તેવી ખાત્રી પણ તેમણે આપી છે. તો નિમુબેન બાંભણીયાની સાથે આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હોસ્પિટલની અધિકારીઓ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે છેલ્લા બે વર્ષથી બિલ્ડીંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈને માત્રને માત્ર ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યું છે તેવામાં કેન્દ્રીય મંત્રીએ ઝડપથી હોસ્પિટલ શરૂ થવાનું ફરી એકવાર આશ્વાસન આપ્યું છે.


હાલ રાજાશાહી સમયના જર્જરિત બિલ્ડિંગમાં ચાલી રહી છે હોસ્પિટલ

હાલ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બંધ હાલતમાં પડ્યું છે અને રાજાશાહી સમયના 150 વર્ષ જુના અને જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલ ચાલી રહી છે. સર ટી. હોસ્પિટલના તમામ વિભાગોનો સમાવેશ કરતી સાત માળની બિલ્ડિંગ ભયજનક જાહેર કરાઈ હતી. જેને લઈને 2023માં તેને ખાલી કરીને દરેક વિભાગ હોસ્પિટલના પટાંગણમાં આવેલા અલગ અલગ બિલ્ડિંગોમાં શિફ્ટ કરાયા હતા. દર્દીઓને જે તે વિભાગમાં સારવાર માટે અલગ અલગ સ્થળોએ ધક્કા ખાવા પડે છે. આ સિવાય પાણી અને શૌચાલયની વિકટ સમસ્યા હોવાનું પણ સામે આવ્યું છે.


નવી હોસ્પિટલમાં કરોડોના સાધનો ખાઈ રહ્યાં છે ધૂળ

હાલ, આ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી બિલ્ડિંગને બે વર્ષથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ આ બિલ્ડીંગ લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાંબા સમયથી સીટી સ્કેન અને એમઆરઆઇ મશીન સહિતના અત્યાધુનિક સાધનો પણ ઈન્સ્ટોલ કરાઈ ચૂક્યા છે. આરોગ્ય કમિશનરની પણ બેદરકારી સામે આવી ચૂકી છે. જોકે, હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટના અનુસાર, નવા બિલ્ડિંગમાં નવા મશીનો શરૂ કરવા માટે હાલ સ્ટાફને ટ્રેનિંગ ચાલી રહી છે.


સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારી

છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી દ્વારા સરકારી બિલ્ડીંગના લોકાર્પણ પૂર્વે કોર્પોરેશન પાસેથી પ્લાન મંજૂરી અને બીયુ પરમિશનની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. જેથી પ્રધાનમંત્રી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના બિલ્ડીંગ માટેનો કોર્પોરેશનમાં 45 લાખનો દંડ ભરપાઈ કરી બિલ્ડીંગ યુઝ પરમિશનની પ્રક્રિયા પણ પૂરી કરી હતી તેમ છતાં હજુ સુધી લોકાર્પણ થયું નથી અને લોકોને આરોગ્યની આધુનિક સુવિધા મળતી નથી. આમ, સરકાર અને સ્થાનિક આરોગ્યતંત્રની પણ બેદરકારી સામે આવી છે. 


કોંગ્રેસ નોંધાવી ચૂકી છે વિરોધ

હોસ્પિટલનું ઉદ્ધાટન ન થતા કોંગ્રેસ મેદાને આવી હતી. તેના વિરોધમાં અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ ચૂક્યો છે. ભાવનગર શહેર કોંગ્રેસે ઘોઘા ગેટ ચોકમાં રામધૂન સાથે જાહેર રોડ પર વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલની પ્રતિકૃતિ સાથે વિરોધ કર્યો હતો. સાથે જ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, વિરોધ કરી રહેલ તમામ કાર્યકરોની પોલીસે ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી.

ભાવનગરની નવી હોસ્પિટલમાં આ ખાસ સુવિધાઓ હશે

  • 128 સ્લોટનું સીટીસ્કેન મશીન
  • અદ્યતન MRI મશીન
  • કેથલેબ
  • અદ્યતન ઓપરેશન થિયેટર
  • હીમો ડાયાલિસીસ વોર્ડ

અંગ ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા પણ મળશે

અંગદાન અને દેહદાનના કાર્યમાં ભાવનગર મોટો ફાળો આપતું રહ્યું છે. પરંતુ અંગદાન એટલે કે ઓર્ગન ટ્રાન્સફરની પ્રક્રિયા માટે ગ્રીન કોરીડોર રચી અંગને અન્ય શહેરોમાં મોકલવું પડે છે. સુપર સ્પેશ્યાલિટી પ્રોજેક્ટ નીચે અદ્યતન ઓપરેશન થિયેટર અને અન્ય સાધનો તથા નિષ્ણાંત ડોકટરોને કારણે ભવિષ્યમાં આ પ્રક્રિયા ભાવનગરમાં જ થઈ શકશે. ભાવનગરમાં આ સુવિધા મળતા અનેક લોકોને નવું જીવન બક્ષવામાં નિમિત્ત બનશે.

આસપાસના 3 જિલ્લાના લોકો ઉદ્ધાટનની રાહે

ભાવનગરવાસીઓ અને આસપાસના ત્રણ જિલ્લાના લોકો આ નવી હોસ્પિટલ શરૂ થવાની રાહે બેઠા છે. કારણ કે હાલ દર્દીઓને છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વહેલી તકે ઉદ્ધાટન થાય અને સારવાર શરૂ થાય તો તેનો લાભ ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના જિલ્લાના દર્દીઓને મળશે.