નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પેકેજિંગ સોલ્યુશન્સ ક્ષેત્રની અગ્રણી કંપની નૅક પેકેજિંગ લિમિટેડ પોતાનો પબ્લિક ઇશ્યૂ લઈને આવી રહી છે. કંપનીએ આ ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.161 થી રૂ.170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. આ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 1 જુલાઈ ના રોજ ખુલશે અને 3 જુલાઈ, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગ પ્રક્રિયા 30 જૂન, 2026ના રોજ યોજાશે. રોકાણકારો ઓછામાં ઓછા 88 ઇક્વિટી શેર અને ત્યારપછી તેના ગુણાંકમાં બિડ કરી શકશે. કંપનીના લાયક કર્મચારીઓ માટે શેર દીઠ રૂ.16નું આકર્ષક ડિસ્કાઉન્ટ રખાયું છે. આ ઓફરમાં રૂ.3,800 મિલિયન સુધીના નવા ઇક્વિટી શેર અને પ્રમોટર્સ તેમજ અન્ય શેરધારકો દ્વારા 35,00,000 સુધીના શેર્સની વેચાણ માટેની ઓફર સામેલ છે. નાણાકીય વર્ષ 2025માં ફ્લેક્સિબલ બલ્ક PLWPP બેગ્સ ક્ષેત્રે કંપની આશરે 10.1% બજાર હિસ્સો ધરાવતી હતી. કંપનીની કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2024માં રૂ.6,545.59 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ.8,234.34 મિલિયન 12.16% થઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

