નાર્કોટિક્સના 500 કરતા પણ વધુ કેસનો ભેદ ઉકેલનાર 'લેબ્રાડોર' ડૉગે અંતિમ શ્વાસ લીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ કસ્ટમ વિભાગમાં સળંગ 9 વર્ષ સેવા આપીને નાર્કોટિક્સના 500થી વધુ કેસ ઉકેલનાર 'લેબ્રાડોર ડૉગ'નું અવસાન થતાં તેને કસ્ટમના અધિકારીઓએ સન્માનપૂર્વક અમદાવાદ કસ્ટમ હાઉસમાં દફ્નાવ્યો હતો. ત્યાં તેનું મેમોરિયલ પણ બનાવવાનું નક્કી કરાયું છે. કસ્ટમના અધિકારીઓના મતે 'હૂટી' નામનો આ સ્નિફ્ર ડૉગ ડિસેમ્બર 2013થી મે 2022 સુધી સળંગ 9 વર્ષ અમદાવાદ એરપોર્ટ પર સેવારત હતો અને પછી તે નિવૃત્ત થયો હતો. ગઈકાલે તા. 27 મેના રોજ તેનું અવસાન થયું હતું.
તેની વફદારી, કામ પ્રત્યેની નિષ્ઠા અને દેશમાં ચાલતા ડ્રગ તસ્કરીના નેટવર્કનો પર્દાફશ કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી દેશસેવા કરી હતી. તેને જોતાં સન્માનપૂર્વક સલામી સાથે તેને અંતિમ વિદાય અપાઈ હતી. લેબ્રાડોર રિટ્રિવર ડૉગ મૂળ બ્રિટિશ બ્રિડની પ્રજાતિ છે. આ ડૉગ તેના શાંત સ્વભાવ, બુદ્ધિમત્તા અને વફદારી માટે ખૂબ જાણીતો છે. અમૃતસરના અટારી તાલીમ કેન્દ્ર ખાતે તેને તાલીમ અપાઈ હતી. તે શ્રોષ્ઠ પ્રદર્શન ધરાવતો ડૉગ હતો. કસ્ટમના અધિકારીઓના મતે હાલ અમદાવાદ કસ્ટમ પાસે એકપણ ડૉગ નથી, પરંતુ આગામી તા. 1 જૂને અમૃતસરના અટારી તાલીમ કેન્દ્ર ખાતેથી નવો લેબ્રાડોર ડૉગ અમદાવાદ કસ્ટમને ફળવવામાં આવ્યો છે, જે હવે એરપોર્ટ પર સેવા આપશે.
શ્વાન હંમેશા માટે માનવ માટે વફાદાર પ્રાણી રહ્યું છે. એરપોર્ટ પર ડ્રગ્સ પકડવા માટે શ્વાનની ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ ઘણા સમયથી થાય છે. આ લેબ્રાડોરે પણ અનેક વખત ડ્રગ્સ પકડીને યુવા પેઢીને બરબાદ થતા બચાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

