નાગરિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડવા મેગા કૅમ્પ યોજાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નાગરિકો સુધી કાનુની સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભો સરળતાથી પહોંચી શકે તે હેતુથી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ભરૂચ તથા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન જસ્ટિસ એ.વાય. કોગજેના અધ્યક્ષસ્થાને રોટરી કલબ ભરૂચ ખાતે મેગા કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ દરમ્યાન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ (નાલ્સા) ની વિવિધ યોજનાઓ તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક પ્રમાણપત્રો અને લાભોનું વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ બાદ જસ્ટીસ તથા ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સરકારી વિભાગો દ્વારા બનાવાયેલા પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળના એક્ઝિકયુટીવ ચેરમેન એ.વાય. કોગજેએ જણાવ્યું હતુ કે, નાલ્સાએ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે નવી દિલ્હી ખાતેથી કાર્ય કરે છે. સરકારની સમાજના કલ્યાણ માટેની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સમાજ અને સરકારી યોજનાઓ વચ્ચે કડીરૂપ બનીને કામ કરતી સૌથી મહત્વપુર્ણ વ્યકિત જો કોઈ હોય, તો તે છે પેરા લીગલ વોલન્ટિયર્સ આ પેરા લીગલ વોન્ટિયર્સ બીજું કોઈ નહી. જયારે પણ કોઈ વ્યકિત પર સંકટ કે મુશ્કેલી આવે ત્યારે તેમને એ ખબર હોવી જોઈએ કે મદદ માટે કયો દરવાજો ખટખટાવવો. વોલન્ટિયર્સ એ દરવાજો ખટખટાવવામાં સામાન્ય માણસની પુરેપુરી મદદ કરે છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે.આર.શાહ, ડીએલએસએ સેક્રેટરી પી.પી.મોકશી, જિલ્લા પોલીસ અધિકક્ષ અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર આર.બી.ભોગયતા, પ્રાંત અધિકારી મનિષ મનાણી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કાનુની સેવા સત્તામંડળના સભ્યો, પેરા લીગલ વોલન્ટિયર્સ તેમજ સ્થાનિક નાગરિકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

