નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી
Gujarat Rain Update : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 25 થી 27 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી પહેલા વાતાવરણમાં પલટો આવવાથી રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે. અંબાલાલ પટેલે શું કહ્યું?અંબાલાલ પટેલે કહ્યું કે, '25 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવવાથી 27 થી 30 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આ પણ વાંચો : રાજકોટમાં નવરાત્રીને લઈને નિયમોમાં ફેરફાર, આયોજકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડશેજ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આશરે 10 ઈંચ અને રાજ્યના અન્ય બીજા વિસ્તારોમાં 4 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 22 થી 27 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદે, વડોદારા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો : ભંગાર જેવી સાયકલો પર 'કલરકામ' કરીને વિદ્યાર્થીનીઓને પધરાવવાનો પ્રયાસ! મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ અટકાવાયુંજ્યારે 25 થી 27 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Rain Update : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 25 થી 27 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રી પહેલા વાતાવરણમાં પલટો આવવાથી રાજ્યમાં 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું?
અંબાલાલ પટેલે કહ્યું કે, '25 સપ્ટેમ્બરે વાતાવરણમાં પલટો આવવાથી 27 થી 30 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ખેડા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.
આ પણ વાંચો : રાજકોટમાં નવરાત્રીને લઈને નિયમોમાં ફેરફાર, આયોજકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડશે
જ્યારે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આશરે 10 ઈંચ અને રાજ્યના અન્ય બીજા વિસ્તારોમાં 4 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 22 થી 27 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જેમાં અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, પંચમહાલ, દાહોદે, વડોદારા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભંગાર જેવી સાયકલો પર 'કલરકામ' કરીને વિદ્યાર્થીનીઓને પધરાવવાનો પ્રયાસ! મામલો ગાંધીનગર પહોંચતા વિતરણ અટકાવાયું
જ્યારે 25 થી 27 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.