"નર્મદાનું પાણી કચ્છ મોકલો છો તો વડોદરાને કેમ નથી મળતું?" કાઉન્સિલરોનો સવાલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના વોર્ડ નં. 14ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા કોંગ્રેસના કાઉન્સિલરો આજે આજવા નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. પ્લાન્ટ પર અધિકારીઓ સાથે થયેલી ચર્ચા દરમિયાન પાણીની આવક પૂરતા પ્રમાણમાં ન હોવાનું જાણવા મળતાં કાઉન્સિલરોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વોર્ડ નં.14ના વચલી પોળ, સોની પોળ, બાજુવાળા, છીપવાડ, બાવરી કુંભારવાડા, નાલબંધવાળા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ખૂબ ઓછા દબાણથી તેમજ દૂષિત મળી રહ્યું હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

