ધોલેરાના દરિયાકાંઠે 1.5 રોકડથી વધુ ચૅર પ્રકારની વનસ્પતિનું વાવેતર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ જિલ્લામાં ધોલેરા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા રાજ્યમંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, પહેલાનું ધોલેરા અને હાલનું ધોલેરા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. આજે જમીનના ભાવમાં થયેલો સુધારો દર્શાવે છે કે ધોલેરા વિકાસની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. તેમને ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના વિઝન સાથે આકાર પામતું ધોલેરા અને ગીફ્ટ સીટી આજે અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમને કહ્યું, જેમ વિકાસ જરૂરી છે તેમ ગ્રીન કવર (હરીયાળી) વધારવું પણ તેટલું જ અનિવાર્ય છે. મંત્રીએ વધુમાં વન વિભાગની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે ધોલેરા અને ભાલ જેવા કઠિન ભૌગોલિક પ્રદેશમાં સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી 50 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. આ ઉપરાંત વિશેષ ડ્રમ પદ્ધતિથી કરાયેલા વાવેતરની નોંધ સમગ્ર દેશસ્તરે લેવાઈ છે. ધોલેરાના દરિયાકાંઠે 1.5 કરોડથી વધુ ચૅર (મેન્ગ્રોવ્ઝ) પ્રકારની વનસ્પતિનું વાવેતર કરાયું છે તથા છેલ્લાં 10 વર્ષમાં 4 હજાર હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતરની કામગીરીને
પુર્ણ કરાઈ છે. વિતેલા એક વર્ષમાં 1.60 લાખથી વધુ વનસ્પતિનું વાવેતર કરીને ધોલેરા પંથકને હરિયાળો બનાવવાનું કાર્ય જારી છે. વનક્વચમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ વનરક્ષકોનું સન્માન અને લીલી ઝંડી બતાવી મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું પ્રસ્થાન પણ
કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

