દેવ ઉઠી એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નીકળ્યો : દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળશે

Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી ટાવર નજીક આવેલા ભગવાન વીઠલ મંદિરેથી આન બાન શાનથી આજે સવારે નિયત સમયે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે બેન્ડવાજાની સુરાવલી વચ્ચે પાલખીમાં બિરાજીત પ્રભુ વિઠ્ઠલનાથજી 215મી પાલખીયાત્રામાં નગરચર્યાએ નીકળ્યા હતા. આજથી લગ્નસરા સહિતના શુભ કાર્યોના શ્રીગણેશ થશે. આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પ્રભુના તુલસીજી સાથેના વિવાહ રાત્રે નિયત સમયે મંદિરમાં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કારતક સુદ  અગિયારસ (દેવ ઉઠી એકાદશી)ની સવારે નિયત સમયે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા ભગવાન શ્રી વિઠ્ઠલ નાથજી ચાંદીની પાલખીયાત્રા વાજતે ગાજતે બેન્ડવાજાની સુરાવલી તથા ભક્તોના જય ઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી.

દેવ ઉઠી એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો નીકળ્યો : દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી ટાવર નજીક આવેલા ભગવાન વીઠલ મંદિરેથી આન બાન શાનથી આજે સવારે નિયત સમયે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિઓમ વિઠ્ઠલાના નાદ સાથે બેન્ડવાજાની સુરાવલી વચ્ચે પાલખીમાં બિરાજીત પ્રભુ વિઠ્ઠલનાથજી 215મી પાલખીયાત્રામાં નગરચર્યાએ નીકળ્યા હતા. આજથી લગ્નસરા સહિતના શુભ કાર્યોના શ્રીગણેશ થશે. આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પ્રભુના તુલસીજી સાથેના વિવાહ રાત્રે નિયત સમયે મંદિરમાં યોજાશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કારતક સુદ  અગિયારસ (દેવ ઉઠી એકાદશી)ની સવારે નિયત સમયે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા ભગવાન શ્રી વિઠ્ઠલ નાથજી ચાંદીની પાલખીયાત્રા વાજતે ગાજતે બેન્ડવાજાની સુરાવલી તથા ભક્તોના જય ઘોષ સાથે પ્રસ્થાન થઈ હતી.