દુમાડના ચાર શખ્સો ચોરીની બે બાઇક, મોબાઇલો સાથે ઝડપાયા

વડોદરા, તા.24 વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી બે બાઇક તેમજ સાત મોબાઇલની ચોરી કરીને તેને વેચવા માટે ફરતા દુમાડ ગામના ચાર યુવાનોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા  હતાં.આ અંગેની વિગત એવી છે કે મંજુસર જીઆઇડીસીના ગેટ-૨ પાસે ચાર શખ્સો બે બાઇક તેમજ મોબાઇલ વેચાણ માટે ઊભા છે અને ગ્રાહકો શોધવા માટે પૂછપરછ કરે છે તેવી માહિતીના આધારે મંજુસર પોલીસે ચાર શખ્સોને બે બાઇક સાથે ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા ચારેય શખ્સોએ ત્રણ મહિના પહેલા એક બાઇક સમા-સાવલીરોડ પર સિધ્ધાર્થ એનેક્ષના બેઝમેન્ટના પાર્કિગમાંથી તેમજ બીજી બાઇક સમા-સાવલીરોડ પર લોટસ ઓરા-૨ના બેઝમેન્ટના પાર્કિગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આ ઉપરાંત તેઓની પાસેથી સાત મોબાઇલ પણ મળ્યા હતા જે સમા વિસ્તારમાંથી વિવિધ સ્થળોએથી ચોરી કર્યા હતાં.

દુમાડના ચાર શખ્સો ચોરીની બે બાઇક, મોબાઇલો સાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.24 વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી બે બાઇક તેમજ સાત મોબાઇલની ચોરી કરીને તેને વેચવા માટે ફરતા દુમાડ ગામના ચાર યુવાનોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા  હતાં.

આ અંગેની વિગત એવી છે કે મંજુસર જીઆઇડીસીના ગેટ-૨ પાસે ચાર શખ્સો બે બાઇક તેમજ મોબાઇલ વેચાણ માટે ઊભા છે અને ગ્રાહકો શોધવા માટે પૂછપરછ કરે છે તેવી માહિતીના આધારે મંજુસર પોલીસે ચાર શખ્સોને બે બાઇક સાથે ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા ચારેય શખ્સોએ ત્રણ મહિના પહેલા એક બાઇક સમા-સાવલીરોડ પર સિધ્ધાર્થ એનેક્ષના બેઝમેન્ટના પાર્કિગમાંથી તેમજ બીજી બાઇક સમા-સાવલીરોડ પર લોટસ ઓરા-૨ના બેઝમેન્ટના પાર્કિગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

આ ઉપરાંત તેઓની પાસેથી સાત મોબાઇલ પણ મળ્યા હતા જે સમા વિસ્તારમાંથી વિવિધ સ્થળોએથી ચોરી કર્યા હતાં.