દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,વડસર અને દશરથ ગામમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડસર ગામ માળી મહોલ્લામાં ગૌચરવાળા ફળિયામાં રહેતો રૃપાભાઇ ઉર્ફે સંજય વિરાભાઇ માળી તેના ઘરની બાજુમાં પતરાના શેડમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી સંજયને ઝડપી પાડયો હતો. પોલીસે ૬૦૦ લીટર વોશ, ૩ લીટર દારૃ સહિત કુલ ૧૫,૭૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, દશરથ માળી વાસના ટેકરામાં રહેતા કોકીલાબેન દિનેશભાઇ માળી ઘર નજીક દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરીને કોકીલાબેનને ઝડપી પાડયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

