દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસવાની આગાહી
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હજુ બે દિવસ વરસાદના સંકેતો અપાતાં ખેડૂતોની હાલત ખૂબ કફોડી બને તેવી સ્થિતિ સર્જાઈ છે.જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં મગફળી, કપાસ સહિતના રોકડિયા પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. એ સિવાય જ્યાં આગાહી કરાઈ છે એવા વિસ્તારના ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ છે. કારણ કે, હાલમાં મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં જમીનમાથી મગફળી કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ખેડૂતોની ચિંતા એટલા માટે વધવા લાગી છે કે, હજુ બે દિવસ વરસાદની સંકેતો અપાયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શનિવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં બે દિવસ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ શનિવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. બીજા દિવસે રવિવારના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, વગેરે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હજુ બે દિવસ વરસાદના સંકેતો અપાતાં ખેડૂતોની હાલત ખૂબ કફોડી બને તેવી સ્થિતિ સર્જાઈ છે.
જે વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે ત્યાં મગફળી, કપાસ સહિતના રોકડિયા પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. એ સિવાય જ્યાં આગાહી કરાઈ છે એવા વિસ્તારના ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ છે. કારણ કે, હાલમાં મગફળીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં જમીનમાથી મગફળી કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ખેડૂતોની ચિંતા એટલા માટે વધવા લાગી છે કે, હજુ બે દિવસ વરસાદની સંકેતો અપાયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં શનિવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં બે દિવસ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ શનિવારના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને બોટાદમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. બીજા દિવસે રવિવારના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, વગેરે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.