'તમે રોડ પરથી પાણીનો કેવી રીતે નિકાલ કરો છો તે અગત્યનું, બાકી બધી વાર્તા..' : ગુજરાત હાઈકોર્ટ

Gujarat Highcourt: રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહતિના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (26 જુલાઈ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સત્તાવાળાઓને અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો હતો. તમારી પાસે શું પ્રિવેન્શન પોલિસી છે? : હાઈકોર્ટનો સવાલજસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે માર્મિક ટકોર કરી હતી કે, ચાર ઇંચ જેવા સામાન્ય વરસાદમાં લોકો હેરાન થતા હોય છે ત્યારે તમે રોડ-રસ્તા પરથી પાણીનો કેવી રીતે અસરકારક નિકાલ કરો છો તે અગત્યનું છે, નહી તો બઘુ વ્યર્થ છે. હાઇકોર્ટે અમ્યુકો તરફથી રોડ-રસ્તાઓની પ્રક્રિયા તેમ જ રીપેરીંગ કાર્ય સહિતના મુદ્દે રજૂ કરાયેલા જવાબને ઘ્યાનમાં લઇ અમ્યુકો સત્તાધીશોને જણાવ્યું હતું કે, રોડ-રસ્તાઓની ડીઝાઇન, અને અન્ય ટેકનીકલ ઇશ્યુમાં તમે ઇનહાઉસ(પોતાના સ્ટાફથી) કામ કરો છો, પણ તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો તે સ્પષ્ટ રીતે જણાવો. ખાડા-ભુવા પૂરવા માટે તમે મેથડ અપનાવો છો..? ખાડા ના પડે તે માટે તમારી પાસે શું પ્રિવેન્શન પોલિસી છે..?આ પણ વાંચો: કુલ પોઝિટિવ કેસ વધીને 39: ગુજરાતમાં ચાંદીપુરાથી 48નાં મોત એક સપ્તાહમાં મરણાંક બમણાથીય વધુહાઇકોર્ટે અમ્યુકોને હુકમ કર્યોહાઇકોર્ટે આ તમામ મુદ્દા સાથે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યના ડેટા સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા અમ્યુકો સત્તાધીશોને હુકમ કર્યો હતો. વઘુમાં, કયા પરિમાણોના આધારે રોડ-રસ્તા બનાવવામાં આવે છે, તે પરિમાણો પણ રજૂ કરવા હાઇકોર્ટે અમ્યુકોને હુકમ કર્યો હતો.આ પણ વાંચો: ચાંદીપુરાના લક્ષણો જણાતા જ તાકીદની સારવાર જરૂરી, મોડી સારવારથી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ

'તમે રોડ પરથી પાણીનો કેવી રીતે નિકાલ કરો છો તે અગત્યનું, બાકી બધી વાર્તા..' : ગુજરાત હાઈકોર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat high Court on AMC

Gujarat Highcourt: રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહતિના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (26 જુલાઈ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સત્તાવાળાઓને અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યની વિગતવાર માહિતી રજૂ કરવા હુકમ કર્યો હતો. 

તમારી પાસે શું પ્રિવેન્શન પોલિસી છે? : હાઈકોર્ટનો સવાલ

જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે માર્મિક ટકોર કરી હતી કે, ચાર ઇંચ જેવા સામાન્ય વરસાદમાં લોકો હેરાન થતા હોય છે ત્યારે તમે રોડ-રસ્તા પરથી પાણીનો કેવી રીતે અસરકારક નિકાલ કરો છો તે અગત્યનું છે, નહી તો બઘુ વ્યર્થ છે. હાઇકોર્ટે અમ્યુકો તરફથી રોડ-રસ્તાઓની પ્રક્રિયા તેમ જ રીપેરીંગ કાર્ય સહિતના મુદ્દે રજૂ કરાયેલા જવાબને ઘ્યાનમાં લઇ અમ્યુકો સત્તાધીશોને જણાવ્યું હતું કે, રોડ-રસ્તાઓની ડીઝાઇન, અને અન્ય ટેકનીકલ ઇશ્યુમાં તમે ઇનહાઉસ(પોતાના સ્ટાફથી) કામ કરો છો, પણ તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો તે સ્પષ્ટ રીતે જણાવો. ખાડા-ભુવા પૂરવા માટે તમે મેથડ અપનાવો છો..? ખાડા ના પડે તે માટે તમારી પાસે શું પ્રિવેન્શન પોલિસી છે..?

આ પણ વાંચો: કુલ પોઝિટિવ કેસ વધીને 39: ગુજરાતમાં ચાંદીપુરાથી 48નાં મોત એક સપ્તાહમાં મરણાંક બમણાથીય વધુ

હાઇકોર્ટે અમ્યુકોને હુકમ કર્યો

હાઇકોર્ટે આ તમામ મુદ્દા સાથે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યના ડેટા સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા અમ્યુકો સત્તાધીશોને હુકમ કર્યો હતો. વઘુમાં, કયા પરિમાણોના આધારે રોડ-રસ્તા બનાવવામાં આવે છે, તે પરિમાણો પણ રજૂ કરવા હાઇકોર્ટે અમ્યુકોને હુકમ કર્યો હતો.

આ પણ વાંચો: ચાંદીપુરાના લક્ષણો જણાતા જ તાકીદની સારવાર જરૂરી, મોડી સારવારથી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ