ટ્રકમાં સીમેન્ટના બ્લોકમાં છુપાવેલો ૨૯ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલ એક ટ્રકમાંથી રૂપિયા ૨૯ લાખની કિંમતની ૭૫૦૦ જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. ઝડપાયેલા ટ્ક ડ્રાઇવરની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે પોરબંદર અને દ્વારકામાં રહેતા બે બુટલેગરોએ દમણથી દારૂનો જથ્થો ટ્રકમાં લોડ કરાવ્યો હતો. આ અંગે કોઠ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે દેવભૂમિ દ્વારકામાંના ભાણવડના રાણપરમાં રહેતા નાગા રાજા કોડીયાતર નામના બુટલેગરે દમણથી દારૂનો જથ્થો ટ્રકમાં લોડ કરાવ્યો છે અને ટ્રક વટામણથી બગોદરા હાઇવે પર આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એક ટ્રકને રોકીને તપાસ કરતા સિમેન્ટના બ્લોક નીચે છુપાવેલી રૂપિયા ૨૯ લાખની કિંમતની ૭૫૦૦ જેટલી બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
What's Your Reaction?






