ટપ્પર સબ સ્ટેશન ખાતે વાયરની લૂટ કરનારા 7 શખ્સો ઝડપાયા

એલ્યુમીનયમ વાયર, વાહનો અને મોબાઈલ સહીત કુલ ૧૨.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો ગાંધીધામ: અંજાર તાલુકાનાં ટપ્પર ગામની સીમમાં અંકલેશ્વર મહાદેવના મંદિરની પાછળ ટપ્પર સબ સ્ટેશન પાસે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બોલેરોમાં આવેલા ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ રૂ. ૧૦ લાખના વાયરોની લૂંટ ચલાવી હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે ગણતરીનાં કલાકોમાં લૂંટ કરનાર ૭ શખ્સોને લૂંટ કરેલા ૫.૧૧ લાખની કિંમતનાં એલ્યુમીનયમ વાયર સાથે ઝડપી પાડયા હતા. જેમાં તેમના પાસે એક બોલેરો અને એક કાર અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ ૧૨.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ભદ્રેશ્વર વિદ્યુત પ્રા.લિ. કંપનીના ટપ્પર ગામની સીમમાંથી પસાર થતા વીજ લાઈનના ટાવર નંબર ૧૯૦થી ૧૯૪ સુધીના ૬ હજાર મીટર વાયર કિંમત રૂપિયા ૧૦ લાખની લૂંટ થઇ હતી.જેમાં અજાણ્યા ૬થી ૭ માણસો ટોળકી બનાવી બોલેરો લઈને આવી . જેમને સિક્યોરિટી ગાર્ડના માણસોએ પડકારતા આરોપીઓએ વીજ વાયર કાપવાની કાતર અને પાઈપ જેવા હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડની પાછળ દોડ લગાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી વાયરો લઈને ભાગી ગયા હતા.જેની ફરિયાદ દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે બાતમી આધારે અંજારનાં લાખાપર થી ચાંદ્રાણી જતા રોડ પર બોલેરો અને કારમાં લૂંટ કરનાર ૭ શખ્સો ૨૪ વર્ષીય સમીર ઇભ્રાહીમ કુંભાર (રહે. ભીડનાકા ભુજ), મીરખાન જાકુર મમણ, રિયાજ અલ્લારખા ત્રાયા, હાજી રમજુ મમણ, સુલેમાન જાનમામદ મોખા, સુમાર ઇશાક ત્રાયા અને ઇસ્માઇલ જાકુબ મમણ (રહે. તમામ નાના વરનોરા ભુજ)ને લૂંટ કરેલા ૩,૦૧૦ કિલ્લો વીજ વાયર જેની કિંમત રૂ. ૫,૧૧,૭૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે તેમના પાસે બે વાહન અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧૨,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી લૂંટનો ભેદ ઉકેલી લીધો હતો.

ટપ્પર સબ સ્ટેશન ખાતે વાયરની લૂટ કરનારા 7 શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


એલ્યુમીનયમ વાયર, વાહનો અને મોબાઈલ સહીત કુલ ૧૨.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 

ગાંધીધામ: અંજાર તાલુકાનાં ટપ્પર ગામની સીમમાં અંકલેશ્વર મહાદેવના મંદિરની પાછળ ટપ્પર સબ સ્ટેશન પાસે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં બોલેરોમાં આવેલા ઈસમોએ સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં જ રૂ. ૧૦ લાખના વાયરોની લૂંટ ચલાવી હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે ગણતરીનાં કલાકોમાં લૂંટ કરનાર ૭ શખ્સોને લૂંટ કરેલા ૫.૧૧ લાખની કિંમતનાં એલ્યુમીનયમ વાયર સાથે ઝડપી પાડયા હતા. જેમાં તેમના પાસે એક બોલેરો અને એક કાર અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ ૧૨.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભદ્રેશ્વર વિદ્યુત પ્રા.લિ. કંપનીના ટપ્પર ગામની સીમમાંથી પસાર થતા વીજ લાઈનના ટાવર નંબર ૧૯૦થી ૧૯૪ સુધીના ૬ હજાર મીટર વાયર કિંમત રૂપિયા ૧૦ લાખની લૂંટ થઇ હતી.જેમાં અજાણ્યા ૬થી ૭ માણસો ટોળકી બનાવી બોલેરો લઈને આવી . જેમને સિક્યોરિટી ગાર્ડના માણસોએ પડકારતા આરોપીઓએ વીજ વાયર કાપવાની કાતર અને પાઈપ જેવા હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડની પાછળ દોડ લગાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી વાયરો લઈને ભાગી ગયા હતા.જેની ફરિયાદ દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે બનાવમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે બાતમી આધારે અંજારનાં લાખાપર થી ચાંદ્રાણી જતા રોડ પર બોલેરો અને કારમાં લૂંટ કરનાર ૭ શખ્સો ૨૪ વર્ષીય સમીર ઇભ્રાહીમ કુંભાર (રહે. ભીડનાકા ભુજ), મીરખાન જાકુર મમણ, રિયાજ અલ્લારખા ત્રાયા, હાજી રમજુ મમણ, સુલેમાન જાનમામદ મોખા, સુમાર ઇશાક ત્રાયા અને ઇસ્માઇલ જાકુબ મમણ (રહે. તમામ નાના વરનોરા ભુજ)ને લૂંટ કરેલા ૩,૦૧૦ કિલ્લો વીજ વાયર જેની કિંમત રૂ. ૫,૧૧,૭૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે તેમના પાસે બે વાહન અને ૭ મોબાઈલ ફોન સહીત કુલ રૂ. ૧૨,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી લૂંટનો ભેદ ઉકેલી લીધો હતો.