જામ ખંભાળીયામાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી

દેવભૂમિદ્વારકાના જામ ખંભાળિયામાં ઘી નદી પર આવેલો રાજા રજવાડાના સમયનો 120 વર્ષ જુનો કેનેડી બ્રિજ અસુરક્ષિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને શહેરમાં આવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.તંત્રની વધુ એક નબળી કામગીરીસ્થાનિકોની ઉગ્ર માંગ બાદ તંત્ર દ્વારા કેનેડી બ્રિજને ઘી. નદીમાંથી ડાઇવરઝૅન અપાયું હતુ. ત્યારે હવે જામ ખંભાળીયામાં આ બ્રિજને લઈ તંત્રની વધુ એક નબળી કામગીરી સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે.માલ ભરેલો ટ્રક પુલ પર ફસાયોજામ ખંભાળિયાના કેનેડી પુલ પાસેની ઘી.નદીમાં ડાઇવરઝૅન આપવામાં આવ્યુ છે. ત્યારે હવે તંત્રની ડાઈવર્ઝનની નબળી કીમગીરીના કારણે આજે એક માલ ભરેલો ટ્રક પુલ પર ફસાઈ ગયો હતો. ડાયવર્ઝનમાં ટ્રક ફસાતા સ્થાનિકોએ તંત્રની નબળી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. આ ટ્રક એ રીતે ફસાયો હતો કે, ટ્રકને બહાર કાઢવો અઘરો બની ગયો હતો, જેથી ટ્રકનો ડ્રાઈવર પણ ટ્રકને બહાર કાઢવા માટે મુંજવણમાં મુકાયો હતો. આ ટ્રક ડાયવર્ઝનની નબળી કામગીરીના કારણે ફસાયો છે તેવો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. JCB મશીનની મદદ લેવામાં આવી હાલ તો આ ફસાયેલા ટ્રકને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા JCB મશીનની મદદ લેવામાં આવી છે. પણ તંત્રની વારંવાર આવી બેદરકારી સામે આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.

જામ ખંભાળીયામાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેવભૂમિદ્વારકાના જામ ખંભાળિયામાં ઘી નદી પર આવેલો રાજા રજવાડાના સમયનો 120 વર્ષ જુનો કેનેડી બ્રિજ અસુરક્ષિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા તેને બંધ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તારમાં રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને શહેરમાં આવવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

તંત્રની વધુ એક નબળી કામગીરી

સ્થાનિકોની ઉગ્ર માંગ બાદ તંત્ર દ્વારા કેનેડી બ્રિજને ઘી. નદીમાંથી ડાઇવરઝૅન અપાયું હતુ. ત્યારે હવે જામ ખંભાળીયામાં આ બ્રિજને લઈ તંત્રની વધુ એક નબળી કામગીરી સામે આવતા તંત્રની પોલ ખુલી ગઈ છે.

માલ ભરેલો ટ્રક પુલ પર ફસાયો

જામ ખંભાળિયાના કેનેડી પુલ પાસેની ઘી.નદીમાં ડાઇવરઝૅન આપવામાં આવ્યુ છે. ત્યારે હવે તંત્રની ડાઈવર્ઝનની નબળી કીમગીરીના કારણે આજે એક માલ ભરેલો ટ્રક પુલ પર ફસાઈ ગયો હતો. ડાયવર્ઝનમાં ટ્રક ફસાતા સ્થાનિકોએ તંત્રની નબળી કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.

આ ટ્રક એ રીતે ફસાયો હતો કે, ટ્રકને બહાર કાઢવો અઘરો બની ગયો હતો, જેથી ટ્રકનો ડ્રાઈવર પણ ટ્રકને બહાર કાઢવા માટે મુંજવણમાં મુકાયો હતો. આ ટ્રક ડાયવર્ઝનની નબળી કામગીરીના કારણે ફસાયો છે તેવો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

JCB મશીનની મદદ લેવામાં આવી 

હાલ તો આ ફસાયેલા ટ્રકને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા JCB મશીનની મદદ લેવામાં આવી છે. પણ તંત્રની વારંવાર આવી બેદરકારી સામે આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.