જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર શહેર વિસ્તારમાં આવેલ તમામ ભય જનક અને જર્જરીત ઇમારતો ને સેઇફ સ્ટેજે લઈ જવા અને તેની જાણ મહાનગર પાલિકામાં કરવા સૂચના આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફીઝીકલ સર્વે કરવામાં આવે છે, જે દરમ્યાન ધ્યાને આવેલ તેમજ વોર્ડ એન્જીનીયર ધ્વારા રૂટીન વોર્ડ રાઉન્ડ દરમ્યાન ધ્યાને આવેલ અને કચેરી ની મળેલ જુદી-જુદી અરજીઓ અન્વયે જણાવેલ ભયજનક જણાતી ઈમારતો કે ઈમારતોના ભાગ માટે જે તે આસામીઓ/વપરાશકર્તાઓને નોટીસ ઈસ્યુ કરી આવા ભયજનક જર્જરીત ભાગ કે ઈમારતોને સેઇફ સ્ટેજે લાવવા માટે જાણ કરવામાં આવી છે.
આ જાહેર નોટીસથી વર્ષ 2026ની પ્રિ-મોન્સુન કામગીરી ના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકા ની હદ-વિસ્તાર મા આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક ધોરણે બાંધકામ ને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવાનું રહેશે અન્યથા કોઈપણ હોનારતને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઈમારતનો ભાગવટો કરનાર આસામી/માલિક ની રહેશે.
શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં આસામીઓ દ્વારા ઈમારતનું રીનોવેશન/ રીપેરીંગ, ફલોરીંગ ચેન્જ, દિવાલોના આંતરીક ફેરફાર વિગેરે જેવા કામો કે જેમાં વિકાસ પરવાનગી મેળવવાની જરૂરીયાત રહેતી નથી, તેવા કામો સમયાંતરે કરવામાં આવતા હોય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

