જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા કચરો સળગાવવા જતા અકસ્માતે દાઝી ગયા પછી અપમૃત્યુ

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો છેડો સળગ્યો હતો, અને પોતે પણ દાઝી ગયા હતા, અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન ના તિરૂપતિ સોસાયટીમાં રહેતા મુક્તાબેન રવજીભાઈ સાપરિયા નામના 70 વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાં, અને તેની દવા પણ ચાલતી હતી. દરમ્યાન તેઓ ગઈકાલે પોતાના ઘરની બહાર કચરો સલગાવતા હતા, દરમિયાન સાડીના છેડો સળગી ઊઠ્યો હતો. જેના કારણે પોતે પણ ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા કચરો સળગાવવા જતા અકસ્માતે દાઝી ગયા પછી અપમૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો છેડો સળગ્યો હતો, અને પોતે પણ દાઝી ગયા હતા, અને તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન ના તિરૂપતિ સોસાયટીમાં રહેતા મુક્તાબેન રવજીભાઈ સાપરિયા નામના 70 વર્ષના બુઝુર્ગ મહિલા કે જેઓ છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાં, અને તેની દવા પણ ચાલતી હતી. દરમ્યાન તેઓ ગઈકાલે પોતાના ઘરની બહાર કચરો સલગાવતા હતા, દરમિયાન સાડીના છેડો સળગી ઊઠ્યો હતો.

 જેના કારણે પોતે પણ ગંભીર સ્વરૂપે દાઝી ગયા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.