ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના

May 30, 2026 - 08:00
ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મોસમ વિભાગનું દોઢ માસ બાદ સુધારેલું પૂર્વાનુમાન, હવે 90 ટકા વરસાદ  : જૂન માસમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદને બદલે હીટવેવની શક્યતા વધુ : કેરળમાં ચોમાસાનો પ્રવેશ પણ ઢીલમાં 

રાજકોટ, : નૈઋત્યનું ચોમાસુ ભારતની દક્ષિણે આંદામાન,બંગાળની ખાડીમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે આજે ભારતના મૌસમ વિજ્ઞાાન વિભાગ દ્વારા દેશમાં આ વખતે જૂનથી સપ્ટેમ્બર એ ચાર માસ દરમિયાન વરસાદનું પ્રમાણ માત્ર 90 ટકા રહેવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે. ચિંતાજનક બાબત એ છે કે દોઢ માસ પૂર્વે તા. 13-4-2026ના મોસમ વિભાગે વરસાદ સામાન્યથી ઓછો પડવાની વૈજ્ઞાાનિક મોડેલોના આધારે જે સંભાવના હતી તે હવે નોંધપાત્ર વધીને આશરે બમણી થઈ ગઈ છે. 

ભારતના આ ચોમાસાને નબળુ કરતો પ્રશાંત મહાસાગરનો ગરમ પ્રવાહ 'અલ નીનો'સર્જાવાની પ્રબળ શક્યતા, હિન્દ મહાસાગરમાં દ્વિધુ્રવની હાલ તટસ્થ સ્થિતિ સહિત અનેકવિધ પરિબળાના અભ્યાસના  આધારે આજે મોસમ વિભાગે અપડેટેડ લોન્ગ રેન્જ ફોરકાસ્ટ અર્થાત્ ચોમાસુ કેવું રહેશે તેનું સુધારેલું લાંબા ગાળાનું પૂર્વાનુમાન જારી કર્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0