ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકાશે

Jun 13, 2026 - 17:00
ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar News : રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી ગુજરાત સરકાર આગામી 15 જૂનના રોજ બહુપ્રતિક્ષિત "ઔદ્યોગિક નીતિ-2026" સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે.

આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ બને તે દિશામાં આ નીતિમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હોવાની અપેક્ષા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0