ગુજરાતમાં 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન રદ, ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા 'બીમાર'

Kolkata Doctor Rape Murder Case: કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી હતી. જેના પગલે 15 હજાર જેટલી ઓ.પી.ડી. અને બે હજારથી વધુ પ્લાન્ડ સર્જરી રદ કરવામાં આવ હતી. ખાનગી હોસ્પિટલોમાં ઓ.પી.ડી.-સારવાર આજ (18મી ઑગસ્ટ)થી રાબેતા મુજબ શરૂ થશે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં પણ ઓ.પી.ડી. અને ઓપરેશનમાં 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.ડોક્ટરોની હડાતાળથી દર્દીઓને હાલાકી કોલકાતામાં મહિલા જુનિયર ડોક્ટર સાથે બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પડથા પડ્યા છે. જેના વિરોધમાં રાજ્યભરના ડોક્ટરો જોડાયા છે. મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે વાયરલ ફીવરના તબીબી સારવાર ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે શનિવારે 2200 જેટલી ઓ.પી.ડી. થતી હોય છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે સર્જરીમાં પણ અસર જોવા મળી હતી. આ પણ વાંચો:  દેશમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધતા કેસ વચ્ચે ડૉક્ટરોની હડતાળથી સ્વાસ્થ્ય સેવા ઠપસામાન્ય રીતે શનિવારે 40થી વધુ ઓપરેશન થતાં હોય છે. જેની સામે આજે 22 જેટલા ઓપરેશન થયા હતા. હડતાળને પગલે સોલા સિવિલમાં ઓપીડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આજેસોલા સિવિલમાં 700 જેટલા ઓપરેશન રદ કરાયા હતા. ઈમરજન્સીમાં આવનારા દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે ખાસ તકેદારી રાખી હતી. દિવસ દરમિયાન 3 હજાર લોકોને ઈમરજન્સી સારવાર અપાઈ હતી. બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચે કોલકાતામાં બનેલી ઘટના ડોક્ટરોના સુરક્ષા બિલની માગણી કરાઈ છે.અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 'શનિવારે સવારે ઈન્કમટેક્સ સુધારેલી યોજવામાં આવી હતી. જેમાં એક હજારથી વધુ ડોક્ટરો ન્યાય આપવાની માગ સાથેના બેનર લઈને જોડાયા હતા. સાંજે 600થી વધુ ડોક્ટરો એકત્ર થયા હતા અને કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.'સેંકડો દર્દીઓને સેલ્ફ મેડિકેશન લેવું પડ્યુંહાલ વાયરલ ઈન્ફેક્શન, મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. ત્યારે ડોક્ટરોને હડતાળથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શરદી-તાવ ધરાવતા સેંકડો દર્દીઓ પોતાની રીતે જાતે જ દવા લેવા માટે મજબૂર બન્યા હતા. આજથી ઓ.પી.ડી. રાબેતા મુજબ શરૂ થતાં હોસ્પિટલ-ક્લિનિકમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળશે.સિવિલમાં મહિલા ડોક્ટરોની સુરક્ષા વધારાઈકોલકાતામાં મહિલા ડોક્ટરો સાથે થયેલા દુષ્કર્મ-હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં થાય નહીં તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, 'હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વધારી દેવામાં આવેલું છે. જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટિનમાં અસામાજિક તત્ત્વો બેસી રહેતા હતા. જેના કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. પીજી હોસ્ટેલ પાસે રાત્રે પણ પોલીસની શી ટીમ તહેનાત રહેશે. રાત્રિના મહિલા ડોક્ટરો ઈમરજન્સીમાં જાય તો તેમની સાથે શી ટીમ પણ રહેશે. લોકલ પેટ્રોલિંગ-પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સ્પીડ બ્રેકર વધારવામાં આવ્યા છે? જેથી કોઇ છેડતી કરીને ભાગતું હોય તો ઝડપી શકાય. ટ્રોમા ટ્રોમા સેન્ટર અને આઈસીયુમાં દર્દી એક જ રહેશે અને તેમની સાથે વધારાને સગા નહીં આવવા દેવામાં આવે.'

ગુજરાતમાં 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન રદ, ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા 'બીમાર'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kolkata Doctor Rape Murder Case: કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી હતી. જેના પગલે 15 હજાર જેટલી ઓ.પી.ડી. અને બે હજારથી વધુ પ્લાન્ડ સર્જરી રદ કરવામાં આવ હતી. ખાનગી હોસ્પિટલોમાં ઓ.પી.ડી.-સારવાર આજ (18મી ઑગસ્ટ)થી રાબેતા મુજબ શરૂ થશે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં પણ ઓ.પી.ડી. અને ઓપરેશનમાં 40 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

ડોક્ટરોની હડાતાળથી દર્દીઓને હાલાકી 

કોલકાતામાં મહિલા જુનિયર ડોક્ટર સાથે બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પડથા પડ્યા છે. જેના વિરોધમાં રાજ્યભરના ડોક્ટરો જોડાયા છે. મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં ડોક્ટરો રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે વાયરલ ફીવરના તબીબી સારવાર ખોરવાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે શનિવારે 2200 જેટલી ઓ.પી.ડી. થતી હોય છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે સર્જરીમાં પણ અસર જોવા મળી હતી. 

આ પણ વાંચો:  દેશમાં ડેન્ગ્યુ-મેલેરિયાના વધતા કેસ વચ્ચે ડૉક્ટરોની હડતાળથી સ્વાસ્થ્ય સેવા ઠપ


સામાન્ય રીતે શનિવારે 40થી વધુ ઓપરેશન થતાં હોય છે. જેની સામે આજે 22 જેટલા ઓપરેશન થયા હતા. હડતાળને પગલે સોલા સિવિલમાં ઓપીડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. આજેસોલા સિવિલમાં 700 જેટલા ઓપરેશન રદ કરાયા હતા. ઈમરજન્સીમાં આવનારા દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે ખાસ તકેદારી રાખી હતી. દિવસ દરમિયાન 3 હજાર લોકોને ઈમરજન્સી સારવાર અપાઈ હતી. બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચે કોલકાતામાં બનેલી ઘટના ડોક્ટરોના સુરક્ષા બિલની માગણી કરાઈ છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 'શનિવારે સવારે ઈન્કમટેક્સ સુધારેલી યોજવામાં આવી હતી. જેમાં એક હજારથી વધુ ડોક્ટરો ન્યાય આપવાની માગ સાથેના બેનર લઈને જોડાયા હતા. સાંજે 600થી વધુ ડોક્ટરો એકત્ર થયા હતા અને કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.'

સેંકડો દર્દીઓને સેલ્ફ મેડિકેશન લેવું પડ્યું

હાલ વાયરલ ઈન્ફેક્શન, મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. ત્યારે ડોક્ટરોને હડતાળથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શરદી-તાવ ધરાવતા સેંકડો દર્દીઓ પોતાની રીતે જાતે જ દવા લેવા માટે મજબૂર બન્યા હતા. આજથી ઓ.પી.ડી. રાબેતા મુજબ શરૂ થતાં હોસ્પિટલ-ક્લિનિકમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળશે.

સિવિલમાં મહિલા ડોક્ટરોની સુરક્ષા વધારાઈ

કોલકાતામાં મહિલા ડોક્ટરો સાથે થયેલા દુષ્કર્મ-હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં થાય નહીં તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, 'હોસ્પિટલની તમામ જગ્યા પર લાઇટિંગ વધારી દેવામાં આવેલું છે. જૂના ટ્રોમા સેન્ટર સામેની કેન્ટિનમાં અસામાજિક તત્ત્વો બેસી રહેતા હતા. જેના કારણે તેને બંધ કરી દેવામાં આવી છે. પીજી હોસ્ટેલ પાસે રાત્રે પણ પોલીસની શી ટીમ તહેનાત રહેશે. રાત્રિના મહિલા ડોક્ટરો ઈમરજન્સીમાં જાય તો તેમની સાથે શી ટીમ પણ રહેશે. લોકલ પેટ્રોલિંગ-પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સ્પીડ બ્રેકર વધારવામાં આવ્યા છે? જેથી કોઇ છેડતી કરીને ભાગતું હોય તો ઝડપી શકાય. ટ્રોમા ટ્રોમા સેન્ટર અને આઈસીયુમાં દર્દી એક જ રહેશે અને તેમની સાથે વધારાને સગા નહીં આવવા દેવામાં આવે.'