ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે 'ગેરકાયદે કબજો'

May 13, 2026 - 15:00
ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ, નિવૃત્ત-બદલી પામેલા કર્મીઓએ કર્યો છે 'ગેરકાયદે કબજો'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar Police Housing Crisis: ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનો પોતે જ અત્યારે આવાસની વ્યવસ્થાને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર પોલીસ લાઈનમાં કાયદેસર રીતે રહેવા માટે 1,061 જેટલા પોલીસ કર્મચારીઓ લાંબા સમયથી પ્રતિક્ષામાં છે, ત્યારે બીજી તરફ અનેક ફ્લેટો પર નિવૃત્ત કે બદલી પામેલા કર્મચારીઓએ 'અનધિકૃત' કબજો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે.

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

સરકારી નિયમ અનુસાર, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા તેઓ નિવૃત્ત થાય તેના 3 મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરી દેવું ફરજિયાત છે. તેમ છતાં, ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલા પોલીસ આવાસોમાં અનેક પરિવારો નિયમ વિરુદ્ધ ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0