કોસમથી વાડદના રસ્તે જીવંત વીજ લાઈન પર તોતિંગ વૃક્ષ ધરાશાયી

- સદ્નસીબે જાનહાનિ ટળી- 8 થી 10 ગામોમાં આઠ કલાક વીજ પુરવઠો ખોરવાયો, જીઈબીએ વૃક્ષ કાપી વીજ પુરવઠો પુર્વવત કર્યો ઠાસરા : ઠાસરાના બળિયાદેવથી કોસમ થઈ વાડદ જવાના રસ્તે ગુરુવારે સાંજે ભારે વરસાદમાં તોતિંગ વૃક્ષ વીજ લાઈન ઉપર પડયું હતું. જેને લઈ આસપાસના આઠથી દસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જીઈબી સેવાલિયાની ટીમ દ્વારા બાવળ કાપીને આઠ કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો હતો. બપોરે વીજળી ડૂલ થયા બાદ મોડીરાત્રે વીજ પુરવઠો પુનઃ શરૂ થતાં ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી.ઠાસરાના બળિયાદેવથી કોસમ થઈ વાડદ ગામ તરફ જતા રસ્તા પર તા.૪ જુલાઈએ ભારે વરસાદમાં ૫૦૦ મણથી વધુ વજનવાળો દેશી બાવળ તૂટીને જીઈબીની લાઈનના જીવંત વાયર પર પડયો હતો. જેને લઈ ડાભસર, કોસમ, મીઠૈનામુવાડા, વાડદ, ડભાલી સહિતના આઠથી દસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બનાવની જાણ થતાં સેવાલીયા જીઈબીના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચાલુ વરસાદમાં બાવળ કાપીને વીજ લાઈનનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગયા બાદ મોડી રાત્રે બાર વાગ્યે વીજ પુરવઠો પુર્વવત કરાતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.  ચોમાસા પૂર્વે મોટા વૃક્ષો કે તેમની ડાળખીઓ કાપવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં ના આવતા ગ્રામજનોને હાલાકી વેઠવી પડી હોવાનો રોષ ગ્રામજનોએ ઠાલવ્યો હતો. તેમજ મેનપુર જંગલ વિભાગ ઠાસરાથી વાડદ સુધીના વૃક્ષો કાપી નાખવા માંગ ઉઠી છે. 

કોસમથી વાડદના રસ્તે જીવંત વીજ લાઈન પર તોતિંગ વૃક્ષ ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સદ્નસીબે જાનહાનિ ટળી

- 8 થી 10 ગામોમાં આઠ કલાક વીજ પુરવઠો ખોરવાયો, જીઈબીએ વૃક્ષ કાપી વીજ પુરવઠો પુર્વવત કર્યો 

ઠાસરા : ઠાસરાના બળિયાદેવથી કોસમ થઈ વાડદ જવાના રસ્તે ગુરુવારે સાંજે ભારે વરસાદમાં તોતિંગ વૃક્ષ વીજ લાઈન ઉપર પડયું હતું. જેને લઈ આસપાસના આઠથી દસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જીઈબી સેવાલિયાની ટીમ દ્વારા બાવળ કાપીને આઠ કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવ્યો હતો. બપોરે વીજળી ડૂલ થયા બાદ મોડીરાત્રે વીજ પુરવઠો પુનઃ શરૂ થતાં ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી.

ઠાસરાના બળિયાદેવથી કોસમ થઈ વાડદ ગામ તરફ જતા રસ્તા પર તા.૪ જુલાઈએ ભારે વરસાદમાં ૫૦૦ મણથી વધુ વજનવાળો દેશી બાવળ તૂટીને જીઈબીની લાઈનના જીવંત વાયર પર પડયો હતો. જેને લઈ ડાભસર, કોસમ, મીઠૈનામુવાડા, વાડદ, ડભાલી સહિતના આઠથી દસ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 

બનાવની જાણ થતાં સેવાલીયા જીઈબીના નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ચાલુ વરસાદમાં બાવળ કાપીને વીજ લાઈનનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યાથી વીજળી ડૂલ થઈ ગયા બાદ મોડી રાત્રે બાર વાગ્યે વીજ પુરવઠો પુર્વવત કરાતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.  

ચોમાસા પૂર્વે મોટા વૃક્ષો કે તેમની ડાળખીઓ કાપવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં ના આવતા ગ્રામજનોને હાલાકી વેઠવી પડી હોવાનો રોષ ગ્રામજનોએ ઠાલવ્યો હતો. તેમજ મેનપુર જંગલ વિભાગ ઠાસરાથી વાડદ સુધીના વૃક્ષો કાપી નાખવા માંગ ઉઠી છે.