કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે ફરાર

May 25, 2026 - 19:00
કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી  રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા, તા.24 વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કેરાલા પોલીસના બે કોન્સ્ટેબલોને ધક્કો મારી ડ્રગ્સનો આરોપી હાથકડી સાથે ફરાર થઇ જતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કેરાલાના કોઝીકોડ ગ્રામ્યના મુક્કમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના બે ગુનામાં પોલીસે મોહમંદ હનીફા અબ્દુલબકર (રહે.ખુલ્લમપડી, જિલ્લો કોઝીકોડ, કેરાલા)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન તપાસનો દોર હઝરત નિઝામુદ્દીન(દિલ્હી) સુધી લંબાયો હોવાથી તા.૨૨ના રોજ રાત્રે બે વાગે પીઆઇ નીબીન જોય ક્રિશ્યન તેમજ અન્ય સ્ટાફ સાથે આરોપી મોહંમદ હનીફાને સાથે રાખી કોઝીકોડ રેલવે સ્ટેશનથી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બેસી હઝરત નિઝામુદ્દીન જવા રવાના થયા  હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0