કેનેડાના સ્કીલ બેઝ્ડ વિઝાના નામે ઇમીગ્રેશન વિઝા એજન્ટે છેતરપિંડી કરી
અમદાવાદ,રવિવારશહેરના બોપલમાં રહેતા અને સલુન ધરાવતી મહિલાને કેનેડામાં સ્કીલ બેઝ્ડ વિઝા અપાવવાનું કહીને એક વિઝા એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિઝા એજન્ટે કેટલાંક લોકોને બનાવટી દસ્તાવેજો અને પોલીસ વેરીફિકેશન કરાવીને કેનેડાની ફાઇલ પાસ કરાવીને હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ મામલે તપાસ દરમિયાન મોટો ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.શહેરના બોપલમાં રહેતા પારૂલબેન સલૂન શોપ ધરાવે છે. તેમને ત્યાં વિજયાબેન નામની એક મહિલા નિયમિત રીતે આવતી હતી. તે પારૂલબેન અને અન્ય લોકોને કેનેડાના સ્કીલ બેઝ્ડ વિઝા અપાવવાની ખાતરી આપતા હતા. જેથી વિશ્વાસ કરીને પારૂલબેન અને અન્ય લોકો મકરબા એસ જી હાઇવે પર આવેલી પેસીફીક ઇમીગ્રેશન ઓફિસ પર ગયા હતા. જ્યા ઇમિગ્રેશન ઓફિસના માલિક નિતીન સાવલે અને વિજયા સાવલેને મળ્યા હતા. સલૂન બેઝ વિઝાના આધારે મોકલવાના ૪૫ લાખ રૂપિયા કહ્યા હતા. જો કે બાદમાં તેમણે ૩૦ લાખમાં મોકલવાની ડીલ કરી હતી. જેમાં પાસપોર્ટ રીકવેસ્ટ આવે ત્યારે ૧૫ લાખ અને બાકીના ૧૫ લાખ કેેનેડા પહોંચ્યા બાદ આપવાના હતા. જો કે નવાઇની વાત એ હતી કે અભ્યાસ ઓછો હશે તો સર્ટીફિકેટ પણ તૈયાર કરી આપશે. તેમણે એક યુવકને ધોરણ ૧૨નું બનાવટી સર્ટિફિકેટ કાઢીને કેનેડા મોકલ્યો હતો. ત્યારબાદ વિઝાની કામગીરી માટે ચેક લીધો હતો અને ૧૦ લાખ લીધા હતા. જો કે બે દિવસમાં બાયોમેટ્રીક આવતા તેમ કહ્યું હતું. પરં ત્યારબાદ ફોન પર કોઇ રીપ્લે આપતા નહોતા. બાદમાં કોલ કરીને ચેક અન્ય ચેક બાઉન્સ કરાવીને નાણાંની માંગણી કરી હતી અને નહી આપો તો કેસ કરવાની ધમકી આપી હતી.જેથી પારૂલબેન અન્ય લોકો ઓફિસ પર ગયા ત્યારે અન્ય લોકો પણ ત્યાં હતા જેમણે કહ્યું હતું કે નિતીન સાવલેએ તેમની પાસેથી ૧૫ થી ૨૦ લાખ લઇને ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આમ, છેતરપિંડીનો અહેસાસ થતા સમગ્ર મામલે પારૂલબેન અને અન્ય લોકોએ સરખેજ પોલીસમાં રજૂઆત કરી છે. જે કેસની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
શહેરના બોપલમાં રહેતા અને સલુન ધરાવતી મહિલાને કેનેડામાં સ્કીલ બેઝ્ડ વિઝા અપાવવાનું કહીને એક વિઝા એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિઝા એજન્ટે કેટલાંક લોકોને બનાવટી દસ્તાવેજો અને પોલીસ વેરીફિકેશન કરાવીને કેનેડાની ફાઇલ પાસ કરાવીને હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આ મામલે તપાસ દરમિયાન મોટો ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના બોપલમાં રહેતા પારૂલબેન સલૂન શોપ ધરાવે છે. તેમને ત્યાં વિજયાબેન નામની એક મહિલા નિયમિત રીતે આવતી હતી. તે પારૂલબેન અને અન્ય લોકોને કેનેડાના સ્કીલ બેઝ્ડ વિઝા અપાવવાની ખાતરી આપતા હતા. જેથી વિશ્વાસ કરીને પારૂલબેન અને અન્ય લોકો મકરબા એસ જી હાઇવે પર આવેલી પેસીફીક ઇમીગ્રેશન ઓફિસ પર ગયા હતા. જ્યા ઇમિગ્રેશન ઓફિસના માલિક નિતીન સાવલે અને વિજયા સાવલેને મળ્યા હતા. સલૂન બેઝ વિઝાના આધારે મોકલવાના ૪૫ લાખ રૂપિયા કહ્યા હતા. જો કે બાદમાં તેમણે ૩૦ લાખમાં મોકલવાની ડીલ કરી હતી. જેમાં પાસપોર્ટ રીકવેસ્ટ આવે ત્યારે ૧૫ લાખ અને બાકીના ૧૫ લાખ કેેનેડા પહોંચ્યા બાદ આપવાના હતા.
જો કે નવાઇની વાત એ હતી કે અભ્યાસ ઓછો હશે તો સર્ટીફિકેટ પણ તૈયાર કરી આપશે. તેમણે એક યુવકને ધોરણ ૧૨નું બનાવટી સર્ટિફિકેટ કાઢીને કેનેડા મોકલ્યો હતો. ત્યારબાદ વિઝાની કામગીરી માટે ચેક લીધો હતો અને ૧૦ લાખ લીધા હતા. જો કે બે દિવસમાં બાયોમેટ્રીક આવતા તેમ કહ્યું હતું. પરં ત્યારબાદ ફોન પર કોઇ રીપ્લે આપતા નહોતા. બાદમાં કોલ કરીને ચેક અન્ય ચેક બાઉન્સ કરાવીને નાણાંની માંગણી કરી હતી અને નહી આપો તો કેસ કરવાની ધમકી આપી હતી.જેથી પારૂલબેન અન્ય લોકો ઓફિસ પર ગયા ત્યારે અન્ય લોકો પણ ત્યાં હતા જેમણે કહ્યું હતું કે નિતીન સાવલેએ તેમની પાસેથી ૧૫ થી ૨૦ લાખ લઇને ફોન ઉપાડવાના બંધ કર્યા હતા. આમ, છેતરપિંડીનો અહેસાસ થતા સમગ્ર મામલે પારૂલબેન અને અન્ય લોકોએ સરખેજ પોલીસમાં રજૂઆત કરી છે. જે કેસની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.