કાલોલ તાલુકાના નમરા ફળિયાના રહીશોએ રસ્તા વચ્ચે રામધૂન કરી
કાલોલ તાલુકાના મેદાપુર ગ્રામ પંચાયતના નમરા ફળિયામાં વસવાટ કરતા ગ્રામજનોને અવરજવર કરવા માટે આઝાદીના સમયથી એક રસ્તો નહીં બનતા બુધવારે રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો. મેદાપુર ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 10 ગણાતા નમરા ફળિયામાં પાકા રસ્તાની સુવિધા નથી. જેને કારણે રહીશોને ઈમરજન્સી સમયે કોઈ એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડની મદદ મળી શકતી નથી. ચોમાસામાં રસ્તા પર પાણી ભરાઇ જતાં ગામના લોકો સંપર્ક વિહોણા બની જાય છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ફળિયાની સગર્ભા મહિલાને પ્રસુતિ માટે ખાટલામાં સુવડાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ રોડ મંજૂર થતાં રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું, પરંતુ રસ્તાની કામગીરી ચાલુ થઈ નથી. જેથી રહીશોએ બુધવારે બપોરે રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -