કહેવાતા મહંતના આશ્રમમાંથી ગાંજાના મનાતા 2 છોડ મળ્યાં
રાજકોટમાં સોમવારે કહેવાતા શિષ્યો સાથે આતંક મચાવનાર : વડ-વાજડી ગામની સીમમાં આવેલો આશ્રમ પણ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લેવાયાનું SOGની તપાસમાં ખૂલ્યુંરાજકોટ, : રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ગત સોમવારે રાત્રે રોંગ સાઇડમાં કાર ઘૂસાડી દીધા બાદ ફરસી અને લાકડી સહિતના હથિયારો સાથે સજ્જ થઇ જીએસટી કમિશનરની ઇનોવા કારના કાચ ફોડી તેના ડ્રાઇવરને ગાળો દઇ આતંક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા આશ્રમમાં આજે સવારે એસઓજીએ દરોડો પાડતાં ગાંજાના મનાતા બે છોડ મળી આવ્યા હતાં.સોમવારે આતંક મચાવનાર કહેવાતા મહંત અને તેના કહેવાતા ત્રણ શિષ્યો વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનાથી ચર્ચામાં આવેલા કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ ધામેલિયાના વડ-વાજડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લીધેલા આશ્રમમાં આજે સવારે રૂરલ એસઓજીની ટીમ, એફએસએલ અધિકારી અને સરકારી પંચોને લઇને પહોંચી ગઇ હતી. તપાસ કરતાં બે છોડ મળી આવ્યા હતાં.એસઓજીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને છોડ ગાંજાના જ છે પરંતુ તેમાં હજુ બી આવ્યા નથી. એટલે કે આ બંને છોડ હજુ અપરિપકવ છે. એફએસએલે પરિક્ષણ કર્યા બાદ તેને પૃથ્થકરણ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી દીધા છે. જ્યાથી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. ગ્રામજનો અને સરપંચ પાસેથી એસઓજીને એવી માહિતી પણ મળી હતી કે સ્થળ પર શરૂઆતમાં એક નાનુ મંદિર હતું. જેની બાજુમાં બાદમાં એક રૂમ બનાવી લેવાયા બાદ ધીરે-ધીરે આશ્રમ બનાવી લેવાયો હતો. જે જમીનમાં આશ્રમ બનાવાયો છે તે સરકારી ખરાબાની છે. જેથી આ અંગે પણ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં સોમવારે કહેવાતા શિષ્યો સાથે આતંક મચાવનાર : વડ-વાજડી ગામની સીમમાં આવેલો આશ્રમ પણ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લેવાયાનું SOGની તપાસમાં ખૂલ્યું
રાજકોટ, : રાજકોટના મહિલા કોલેજ અંડર બ્રિજમાં ગત સોમવારે રાત્રે રોંગ સાઇડમાં કાર ઘૂસાડી દીધા બાદ ફરસી અને લાકડી સહિતના હથિયારો સાથે સજ્જ થઇ જીએસટી કમિશનરની ઇનોવા કારના કાચ ફોડી તેના ડ્રાઇવરને ગાળો દઇ આતંક મચાવનાર કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ નવીનચંદ્ર ધામેલિયાના વાગુદળ જવાના રસ્તે વડ-વાજડી ગામની સીમમાં આવેલા આશ્રમમાં આજે સવારે એસઓજીએ દરોડો પાડતાં ગાંજાના મનાતા બે છોડ મળી આવ્યા હતાં.
સોમવારે આતંક મચાવનાર કહેવાતા મહંત અને તેના કહેવાતા ત્રણ શિષ્યો વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટનાથી ચર્ચામાં આવેલા કહેવાતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞોશ ધામેલિયાના વડ-વાજડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી બનાવી લીધેલા આશ્રમમાં આજે સવારે રૂરલ એસઓજીની ટીમ, એફએસએલ અધિકારી અને સરકારી પંચોને લઇને પહોંચી ગઇ હતી. તપાસ કરતાં બે છોડ મળી આવ્યા હતાં.
એસઓજીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને છોડ ગાંજાના જ છે પરંતુ તેમાં હજુ બી આવ્યા નથી. એટલે કે આ બંને છોડ હજુ અપરિપકવ છે. એફએસએલે પરિક્ષણ કર્યા બાદ તેને પૃથ્થકરણ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી દીધા છે. જ્યાથી રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. ગ્રામજનો અને સરપંચ પાસેથી એસઓજીને એવી માહિતી પણ મળી હતી કે સ્થળ પર શરૂઆતમાં એક નાનુ મંદિર હતું. જેની બાજુમાં બાદમાં એક રૂમ બનાવી લેવાયા બાદ ધીરે-ધીરે આશ્રમ બનાવી લેવાયો હતો. જે જમીનમાં આશ્રમ બનાવાયો છે તે સરકારી ખરાબાની છે. જેથી આ અંગે પણ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.