કલેક્ટરની ખુરશી ખાલી રાખી ફરિયાદ સંકલન બેઠક યોજાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કલેક્ટર, કમિશનર, ડીડીઓની બદલી થઈ છે : જિલ્લામાં ત્રણમાંથી એકપણ નવા IAS અધિકારી હાજર ન થયા હોવાથી અધિક કલેક્ટરે સંચાલન સંભાળ્યું
જૂનાગઢ, : જૂનાગઢમાં આજે ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરની ખુરશી ખાલી રાખી તેની બાજુની ખુરશીમાં બેસી અધિક કલેક્ટરે સંચાલન કરતાં આશ્ચર્ય ફેલાયું હતું. પ્રથમવાર જ મુખ્ય અધિકારીઓ વગર મળેલી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ રસ્તા, પુરાતત્વ વિભાગના પ્રશ્ન મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.
આ બેઠક અગાઉથી નિર્ધારીત હતી પરંતુ કલેક્ટર, ડીડીઓની બદલી થઈ જતા તેઓ છુટા થઈ ગયા છે અને નવા અધિકારીઓ હજુ હાજર થયા નથી. અગાઉથી નિર્ધારીત હોવાથી ફરિયાદ સંકલનની બેઠકનું સંચાલન અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

