કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

May 18, 2026 - 21:30
કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kutch News: કચ્છ જિલ્લાની રાપર પોલીસે એક ગુપ્ત માહિતીના આધારે સફળ દરોડો પાડીને મામાદેવ મંદિરના પરિસરમાંથી ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના 14 લીલા છોડ જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે રાપરથી પાલનપર રોડ પર પગીવાંઢ નજીક આવેલા ‘જય હિરાસરીવાળા મામાદેવ’ના મંદિરની ચારેય તરફ આવેલી દીવાલોની અંદર પ્રતિબંધિત છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીને આધારે પોલીસે જ્યારે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે મંદિરના પ્રાંગણમાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.

61 વર્ષના પૂજારીની ધરપકડ

પોલીસે આપેલી માહિતી મુજબ જપ્ત કરવામાં આવેલા આ 14 લીલા છોડનું કુલ વજન આશરે 2 કિલો 470 ગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે 1,23,500 રૂપિયા આંકવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0