એમએસયુ ખાતે આજથી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા એમએસયુનિવર્સિટી ખાતે આયોજિત સીઝનની બીજી ત્રિ- દિવસીય અલ્ટીમેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો હતો.
સેકન્ડ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અલગ અલગ 21 ઇવેન્ટ માટે લગભગ 350 એન્ટ્રી આવી હતી. આ સ્પર્ધાની તમામ મેચો એક જ સ્થળે રમાશે. જેમાં મેન્સ - વિમેન્સ સિંગલ્સ, અંડર -11, 13, 15, 17 અને 19 તથા 6 વેટરન્સ કેટેગરીનો સમાવેશ થાય છે. આજરોજ બોયઝ વચ્ચે હરીફાઈ થઈ હતી. આવતીકાલે શનિવારે ગર્લ્સ અને ત્યારબાદ રવિવારે વેટરન્સ કેટેગરીમાં મેચો રમાશે. ટેબલ ટેનિસ સેક્રેટરી કલ્પેશ ઠક્કરનું કહેવું હતું કે, આ વર્ષની બીજી વડોદરા ડીસ્ટ્રીક ટુર્નામેન્ટ છે, જેમાં 300થી વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રતિભા દર્શાવી છે, ટેબલ ટેનિસનો ક્રેઝ દિવસે દિવસે વધી રહ્યો હોય આનંદ થાય છે.
What's Your Reaction?






